Not Set/ અનુપ જલોટાને બીગ બોસ ફળ્યું, ભજન કાર્યક્રમના રેટ ઉચકાયાં

મુંબઇ ભારતના ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત અનૂપ જલોટાએ બીગ બોસમાં એન્ટ્રી લઇને અનેક લોકોને ચોંકાવી દીધા હતા. બીગ બોસમાં એન્ટ્રીની સાથે સાથે એમણે 28વર્ષીય પંજાબી સિંગર અને એક્ટ્રેસ જસલીન મથારુ સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરીને મોટી સરપ્રાઇસ આપી હતી. જસલીને પણ જણાવ્યું કે તે અને અનૂપ જલોટા પાછલા 3 વર્ષથી કપલ તરીકે સાથે છે અને તેમના માતા-પિતાને આ […]

Trending Entertainment
k અનુપ જલોટાને બીગ બોસ ફળ્યું, ભજન કાર્યક્રમના રેટ ઉચકાયાં

મુંબઇ

ભારતના ભજન સમ્રાટ તરીકે પ્રખ્યાત અનૂપ જલોટાએ બીગ બોસમાં એન્ટ્રી લઇને અનેક લોકોને ચોંકાવી દીધા હતા. બીગ બોસમાં એન્ટ્રીની સાથે સાથે એમણે 28વર્ષીય પંજાબી સિંગર અને એક્ટ્રેસ જસલીન મથારુ સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરીને મોટી સરપ્રાઇસ આપી હતી.

જસલીને પણ જણાવ્યું કે તે અને અનૂપ જલોટા પાછલા 3 વર્ષથી કપલ તરીકે સાથે છે અને તેમના માતા-પિતાને આ વાતની જાણ નથી.

Image result for anup jalota jasleen matharu

ઘણાં લોકોને લાગતુ હતુ કે બિગ બોસમાં જવાને કારણે અને જસલીન સાથેના રિલેશન જાહેર થવાને કારણે અનૂપ જલોટાની ઈમેજ ખરાબ થઈ ગઈ છે. પરંતુ જે પ્રકારની જાણકારી મળી રહી છે તે સાચી હોય તો અનૂપ જલોટાના ભજનના શોની ડિમાન્ડ વધી ગઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે, તે હંમેશાથી એક લોકપ્રિય ગાયક રહ્યા છે, પરંતુ બિગ બોસમાં આવ્યા પછી તેમની ડિમાન્ડ વધી ગઈ છે.

Image result for anup jalota jasleen matharu

અનૂપ જલોટાના મેનેજરે પણ કહ્યું છે કે, હવે લોકો અનૂપ જલોટાના શો માટે વધારે ફી આપવા માટે પણ તૈયાર થઈ ગયા છે. પહેલા અનૂપ જલોટા એક કોન્સર્ટ માટે 7-8 લાખ રુપિયા લેતા હતા, જે હવે વધીને 12 લાખ રુપિયા અને તેનાથી પણ વધારે પહોંચી ગયા છે. અનૂપ જલોટા માટે લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.27ઓક્ટોબર પહેલા બહાર આવી જશે?

Image result for anup jalota jasleen matharu

પ્રાપ્ત જાણકારી અનુસાર, અનૂપ જલોટા 27 ઓક્ટોબરના રોજ કેલિફોર્નિયામાં શો કરવાના છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલા તે ઘરમાંથી બહાર આવી શકે છે. તેમના પ્રવક્તાએ જણાવ્યું કે, અમારે અમુક શો કેન્સલ કરવા પડ્યા છે. જો તે 27 ઓક્ટોબર પહેલા ઘરમાંથી બહાર આવે છે તો શો કરવા માટે અમેરિકા ચોક્કસ જશે