Not Set/ ભારતીય વાયુસેનાનું વિમાન બાગપતમાં થયું ક્રેશ, બંને પાઈલોટ સુરક્ષિત

બાગપત ઉત્તર પ્રદેશના બાગપતમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં રહેલા બંને પાઈલોટ સલામત છે તેમને કોઈ જાનહાનિના સમચાર મળ્યા નથી. An IAF plane has been forced land in Baghpat. The Pilot is safe. More details awaited. pic.twitter.com/jAPjhcyCJr— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 5, 2018 સુત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાના આ નાના વિમાને હિંડન […]

Top Stories India Trending
crash ભારતીય વાયુસેનાનું વિમાન બાગપતમાં થયું ક્રેશ, બંને પાઈલોટ સુરક્ષિત

બાગપત

ઉત્તર પ્રદેશના બાગપતમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં રહેલા બંને પાઈલોટ સલામત છે તેમને કોઈ જાનહાનિના સમચાર મળ્યા નથી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાના આ નાના વિમાને હિંડન એરબેઝથી ઉડાન ભરી હતી.

આ વિમાન એરફોર્સ ડેની તૈયારી કરી રહ્યું હતું તે દરમ્યાન આ દુર્ઘટના બની છે.

સેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિમાને ડેલી રૂટીન પ્રમાણે જ ઉડાન ભરી હતી પરંતુ રસ્તામાં ખામી આવતા વિમાનને બાગપતમાં ઉતારી દેવામાં આવ્યું હતું.

જો કે વાયુસેનાના પ્લેન ક્રેશમાં બંને પાઈલોટ સુરક્ષિત છે.તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના એરફોર્સ ડે ના ઉજવણીની ૩ દિવસ પહેલા જ બની છે.આ પ્લેનમાં વિંગ કમાન્ડર જય પૌલ જેમ્સ અને વિંગ કમાન્ડર ડી. વત્સ પાઈલોટ હતા.