કોરોના રસીકરણ/ જો બિડેને કરી ઘોષણા, અમેરિકામાં 19 એપ્રિલથી તમામ પુખ્ત વયના લોકોને મળશે કોરોના રસી 

કોરોના વાયરસથી સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા હવે રાષ્ટ્રપતિ જો બિડેને મોટો નિર્ણય કર્યો છે. નિર્ણય કરતા બિડેને કહ્યું છે કે 19 એપ્રિલથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે.

Top Stories World
A 74 જો બિડેને કરી ઘોષણા, અમેરિકામાં 19 એપ્રિલથી તમામ પુખ્ત વયના લોકોને મળશે કોરોના રસી 

કોરોના વાયરસથી સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા હવે રાષ્ટ્રપતિ જો બિડેને મોટો નિર્ણય કર્યો છે. નિર્ણય કરતા બિડેને કહ્યું છે કે 19 એપ્રિલથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે. અગાઉ આ 1 મેથી શરુ થવાનું હતું, પરંતુ બિડેને બે અઠવાડિયા પહેલા એટલે કે 19 એપ્રિલથી તેને શરૂ કરવાની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા પહેલા બિડેને દેશભરના વરિષ્ઠ નાગરિકોને રસી અપાવવાની અપીલ કરી હતી.

વધુમાં, બિડેને કહ્યું હતું કે કોરોના રસીના 150 મિલિયન ડોઝ ઇન્જેક્શન આપનાર અને 62 મિલિયન લોકોને સંપૂર્ણ રસી આપનાર યુ.એસ. એ પહેલો દેશ છે. બિડેને કહ્યું કે જ્યારે તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે, ત્યારથી 65  વર્ષથી વધુ ઉંમરના 75 ટકા લોકો કોરોના રસીથી ડોઝ લાગી ચુક્યો છે.

બિડેને કહ્યું કે ગઈકાલે અમે 150 મિલિયન ડોઝને પાર કરી ગયા છે અને મને આશા છે કે રાષ્ટ્રપતિ તરીકે 100 દિવસ પૂરા થતાં સુધીમાં અમે 200 મિલિયન ડોઝ માર્ક પાર કરીશું. એમ પણ કહ્યું કે અમે અઠવાડિયામાં 20 મિલિયનથી વધુ ડોઝ માટે દરરોજ સરેરાશ 3 મિલિયન ડોઝ આપી રહ્યા છીએ.

આપને જણાવી દઈએ કે, ગયા મહિને બિડેને કહ્યું હતું કે તેમનો સંઘીય ફોર્મેસી રસીકરણ કાર્યક્રમમાં ફાર્મસીઓની સંખ્યા 40 હજાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા તેની સંખ્યા માત્ર 17 હજાર હતી. યાદ અપાવી દઈએ કે, અમેરિકામાં કોરોનાનો આંકડો 3 કરોડ 15 લાખ 45 હજાર 870 પર પહોંચી ગયો છે. તે જ સમયે, આ મહામારીને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 5 લાખ 69 હજાર 989 થઈ ગઈ છે.