ટ્રેનના કોચમાં તિરાડ/ ટ્રેનના કોચમાં તિરાડના પગલે મચી સનસનાટી, તાત્કાલિક કોચ બદલાયો

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રાહત કાર્ય હજુ ચાલુ હતું કે તમિલનાડુમાં બોગીમાં તિરાડ પડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. રેલવેકર્મીઓની નજરમાં આવ્યા બાદ, તે બોગીમાં એક નવો કોચ ઉમેરવામાં આવ્યો અને પછી ટ્રેનને આગળ મોકલવામાં આવી. મામલો કોલ્લમ-ચેન્નઈ એગમોર એક્સપ્રેસનો છે.

Top Stories India
Madurai Train ટ્રેનના કોચમાં તિરાડના પગલે મચી સનસનાટી, તાત્કાલિક કોચ બદલાયો

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ Crack in Train coach રાહત કાર્ય હજુ ચાલુ હતું કે તમિલનાડુમાં બોગીમાં તિરાડ પડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. રેલવેકર્મીઓની નજરમાં આવ્યા બાદ, તે બોગીમાં એક નવો કોચ ઉમેરવામાં આવ્યો અને પછી ટ્રેનને આગળ મોકલવામાં આવી. મામલો કોલ્લમ-ચેન્નઈ એગમોર એક્સપ્રેસનો છે.

મળતી માહિતી મુજબ કોલ્લમ-ચેન્નઈ એગમોર Crack in Train coach એક્સપ્રેસ કોલ્લમથી ચેન્નાઈ જઈ રહી હતી. ટ્રેન રવિવારે સાંજે સેંગોટાઈ સ્ટેશન પર પહોંચી જ હતી જ્યારે રેલવે કર્મચારીઓનું ધ્યાન ટ્રેનના કોચના નીચેના ભાગમાં તિરાડ પર પડ્યું. કોલ્લમ-ચેન્નઈ એગમોર એક્સપ્રેસના એસ-3 કોચના નીચેના ભાગમાં તિરાડ પડી ગઈ હતી. તિરાડ વ્હીલ પાસે હતી.

રેલ્વે કર્મચારીઓએ ટ્રેનની બોગીના નીચેના ભાગમાં Crack in Train coach મોટી તિરાડ જોતાં જ હોબાળો મચી ગયો હતો. રેલવેકર્મીઓએ તરત જ તેમના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. ટ્રેનની બોગીના નીચેના ભાગમાં તિરાડ પડી હોવાના સમાચાર મળતા જ રેલવે વિભાગ તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું. અધિકારીઓએ આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને ટ્રેનને ત્યાં જ રોકી દીધી.

કોલ્લમ-ચેન્નઈ એગ્મોર એક્સપ્રેસને સેંગોટ્ટોઈ સ્ટેશન પરCrack in Train coach  જ અટકાવવામાં આવી હતી અને તિરાડવાળા ડબ્બામાં મુસાફરોને કોઈક રીતે શાંત કરવામાં આવ્યા હતા અને નજીકના ડબ્બાઓમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર કવાયતમાં લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો. એક કલાકના વિલંબથી કોલ્લમ-ચેન્નઈ એગમોર એક્સપ્રેસને આગળ મોકલવામાં આવી હતી અને મદુરાઈ સ્ટેશનના અધિકારીઓને પણ તેની જાણ કરવામાં આવી હતી.

મદુરાઈ ખાતે નવા કોચ ઉમેરાયા

ટ્રેન મદુરાઈ પહોંચ્યા બાદ એસ-3 કોચને અલગ કરી તેની જગ્યાએ નવો કોચ જોડવામાં આવ્યો અને ત્યારબાદ તમામ મુસાફરોને તેમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તિરાડ ખૂબ મોટી હતી અને વ્હીલની ઉપર હતી. આવી સ્થિતિમાં મોટી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. રેલ્વેકર્મીઓની સતર્કતાના કારણે કોચને તાત્કાલિક ખાલી કરીને ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી અને તેની જગ્યાએ આગળના સ્ટેશન પર નવો કોચ જોડવામાં આવ્યો હતો, જેના કારણે અકસ્માતની સંભાવના ટળી હતી.

 

આ પણ વાંચોઃ ઓડિશા-ગૂડ્સ ટ્રેન અકસ્માત/ ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માતઃ આ વખતે માલગાડી પાટા પરથી ઉતરી

આ પણ વાંચોઃ  મોદી સરકાર-રીયર વ્યુ મિરર/ મોદી સરકાર ‘રીયર વ્યુ મિરર’માં જોઈને દેશ ચલાવે છેઃ રાહુલ ગાંધી

આ પણ વાંચોઃ ઓડિશા ટ્રેન દુર્ઘટના/ અકસ્માતના 51 કલાક પછી પૂર્વવત્ થયો ટ્રેન વ્યવહાર