ગુજરાત/ 3 kgની ઈમરજન્સી કિટ ડ્રોનથી મોકલવામાં રાજકોટ AIIMSને મળી સફળતા

રાજકોટ શહેર નજીક નિર્માણાધિન એઈમ્સના સંચાલકો દ્વારા દવા મોકલવા ડ્રોનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Rajkot
Mantay 2 2 3 kgની ઈમરજન્સી કિટ ડ્રોનથી મોકલવામાં રાજકોટ AIIMSને મળી સફળતા

Rajkot News: આજકાલની ભાગદોડવાળી લાઈફ સ્ટાઈલમાં લોકોને સવલતો વધી રહી છે.  ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રોનથી લોકોને ઘર બેઠા જ ઈમરજન્સી મેડીસીન મળી રહે તે માટેનું આયોજન કર્યુ છે. રાજકોટ શહેર નજીક નિર્માણાધિન એઈમ્સના સંચાલકો દ્વારા દવા મોકલવા ડ્રોનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, રાજકોટ એઇમ્સ ડ્રોનના મારફતે દવા મોકલવામાં આવી હતી. ડ્રોનથી 40 કિલોમીટર દૂર દવા મોકલવાનું ટ્રાયલ સફળ થયુ હતું. રાજકોટ એઈમ્સથી સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં દવા મોકલવામાં આવી હતી. ત્યારે ઈમર્જન્સી કેસોમાં ડ્રોન દ્વારા દવા મોકલવી ફાયદારૂપ બની રહેશે.

રાજકોટની AIIMS ખાતેથી ડ્રોન ઉડાવીને સૌપ્રથમ પડધરી તાલુકાના સરપદડ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર 3 કિલોની ઈમરજન્સી મેડીસીન કીટ સાથેના ડ્રોનનું સફળ લેન્ડીંગ કરાવ્યું હતું. ત્યાંથી ફરી 3 કિલોની ઈમરજન્સી મેડિસીન કીટ સાથેનું ડ્રોન ઉડાવીને પડધરી તાલુકાના ખોડાપીપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર પર સફળ લેન્ડીંગ કરાવ્યું હતું.

 AIIMS ખાતે હાલ ઓપીડીની સેવાનો દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આગામી સમયમાં પ્રથમ તબકકામાં 250 બેડની હોસ્પિટલનો પ્રારંભ થવાનો છે. એઈમ્સનું લોકાર્પણ સંભવત આગામી ફેબ્રુઆરી માસમાં કરવામાં આવશે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજકોટની લીધેલી મુલાકાત દરમિયાન એઈમ્સના નિર્માણ કાર્ય અંગેની સમીક્ષા કરી હતી. તેમજ વિવિધ પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Crime story/ગીરગઢડામાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

આ પણ વાંચો:food festival/અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે

આ પણ વાંચો:વડોદરા/જ્યારે અમારો સમય આવશે:પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બાબરીની તસવીર સાથે માથું ધડથી અલગ કરવાની ધમકી