Ahmedabad News: અમદાવાદ શહેરમાં લોકો માટે ફરી એકવાર ઉત્સવ ઉજવવાના દિવસો આવી ગયા છે. ફ્લાવર શોને પૂરા થયાને જૂજ દિવસો જ થયા છે, ત્યાં તો શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થવાનો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે.

શહેરીજનો માટે વધુ એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે. રિવરફ્રન્ટ ખાતે આગામી 8 થી 10 માર્ચ દરમિયાન ફુડ ફેસ્ટિવલ થવાનો છે. આ ફુડ ફેસ્ટિવલમાં નામાંકિત શેફના લાઈવ ડેમોન્સ્ટ્રેશન થવાના છે. મળતી માહિતી મુજબ ફ્લાવર શોની ભવ્ય સફળતા બાદ AMCએ મોટો નિર્ણય લીધો છે.

રિવરફ્રન્ટ ખાતે ફુડ ફેસ્ટિવલ બપોરે 12 થી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલશે. જેની એન્ટ્રી ફી રૂપિયા 50 થી 100 હશે. ત્રણ અલગ અલગ થીમ ઉપર પેવેલિયન બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. ફેસ્ટિવલમાં લાઈવ કલ્ચરલ અને મ્યુઝિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. આ જાન્યુઆરી મહિનામાં જ કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શો, પુસ્તક મેળો યોજાઈ ગયા હતા.
આ પણ વાંચો:વિરાટ કોહલી સતત ચોથી વાર બન્યો ODI ક્રિકેટર ઓફ ધ યર
આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન
આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’
