Ahmedabad News/ બાપુનગરમાં ટેમ્પો હટાવવા મામલે અસામાજીક તત્વોએ વેપારી અને તેના પુત્રને માર માર્યો

હુમલા અને ધમકીઓ વધી જતા આખરે વેપારીઓ પોલીસ મથક સુધી પહોંચ્યા છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના બાપુનગરમાં એસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. જેમાં ટેમ્પો પાર્કિગ કરવા મામલે વેપારી અને તેના પુત્રને માર માર્યો હતો. પાંચ જેટલા શખ્સોએ ભેગા મળીને આ હુમલો કર્યો હતો. બીજીતરફ  હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે આ મામલે બાપુનગર પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.બાપુનગરના બંસીધર કોમ્પ્લેક્ષમાં નજીવી બાબતમાં એક વેપારી પર પાંચ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાની વિગત મુજબ બંસીધર કોમ્પ્લેક્ષમાં કાપડનો વ્યવસાય કરતાં વેપારી મનુ ભદ્રેસિયાની દુકાન બહાર પાણી સપ્લાય કરતો એક ટેમ્પો ઉભા રાખતા તે ટેમ્પો ચાલક જીગરને ત્યાંથી ટેમ્પો હટાવી દેવાનું કહેતા જ ઝઘડો કર્યો હતો. જે બાદ ટેમ્પો ચાલક જીગરે અન્ય 3થી 4 શખ્સોને બોલાવીને વેપારી મનુભાઈની દુકાનમાં ઘૂસીને માથાકૂટ કરી વેપારી મનુ અને તેના પુત્ર મિતને લાકડી અને દંડા વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો.બાપુનગર પોલીસે સીસીટીવીના આધારે આરોપી ટેમ્પો ચાલક જીગર, વિકી દેસાઈ, કેડી સાવધરીયા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ત્યારે બીજી બાજુ વેપારીએ આક્ષેપ કર્યા છે કે આરોપીઓ વિસ્તારમાં દાદાગીરી કરતા હોય છે. જોકે લાકડી દંડા લઈને મારામારી કરી હોવાથી આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાની શક્યતા છે. કારણકે વેપારીએ ટેમ્પો હટાવવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈને મારામારી કરી છે. હાલ બાપુનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આ પહેલા પણ વેપારીઓ દ્વારા સ્થાનિક પોલીસને આ ટોળકી અંગે રજુઆત કરી હતી. પરંતુ હવે હુમલા અને ધમકીઓ વધી જતા આખરે વેપારીઓ પોલીસ મથક સુધી પહોંચ્યા છે. સાથે જ પોલીસ પાસે આશા રાખી રહ્યા છે કે આવા અસામાજીક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી વેપારીઓના માથે રહેલો ભય દુર થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ જૂનાગઢ ફેમિલી કોર્ટ કેસ: ભરણપોષણની અરજી પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચોઃ જૂનાગઢનાં ઉનામાં દીપડાંએ ખેડૂત પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચોઃ જૂનાગઢનાં ગુજસીટોકનાં ‘કુખ્યાત’ આરોપી કાળા દેવરાજનાં બંગલા પર બુલડોઝર ફેરવાયું