Not Set/ જામનગર : હિટ એન્ડ રનની ઘટનામાં વૃધ્ધાનું ઘટના સ્થળે મોત

જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. લાલપુર તાલુકાના મોડપર પાટિયા નજીક પુરઝડપે ધસી આવેલી કારે પાછળથી બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર વૃદ્ધાનું ઘટના સ્થળે  મોત થયું હતું. એકબાજુ પોલીસ ટ્રાફીકના નિયમો ને લઈને ઉઘરાણી કરવામાં વ્યસ્ત છે, બીજી બાજુ ટ્રાફિકના નિયમની ઐસી કી તૈસી કરવાનું કેટલાક શખ્સો નક્કી કરીને જ […]

Gujarat Others

જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. લાલપુર તાલુકાના મોડપર પાટિયા નજીક પુરઝડપે ધસી આવેલી કારે પાછળથી બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર વૃદ્ધાનું ઘટના સ્થળે  મોત થયું હતું.

એકબાજુ પોલીસ ટ્રાફીકના નિયમો ને લઈને ઉઘરાણી કરવામાં વ્યસ્ત છે, બીજી બાજુ ટ્રાફિકના નિયમની ઐસી કી તૈસી કરવાનું કેટલાક શખ્સો નક્કી કરીને જ બેઠા છે. જામનગરમાં લાલપુર તાલુકાના મોડપર પાટિયા નજીક  એક કાર ચાલકે બાઇક પર ડબલ સવારી પસાર થઈ રહેલા બાઇક ને ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા. જેમાં વૃધ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાના પગલે કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને વૃધ્ધના મૃતદેહને  પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.