Delhi Custom Department/ જમ્મુ-કાશ્મીરની પત્રકાર યાના મીરના અધિકારીઓએ હેરાનકર્યાનો આક્ષેપ પર કસ્ટમ વિભાગનો ખુલાસો ‘વિશેષાધિકારો કાયદાથી ઉપર નથી’

જમ્મુ-કાશ્મીરની પત્રકાર યાના મીરે દિલ્હીના કસ્ટમ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યો.જેના જવાબમાં કસ્ટમ્સ વિભાગે ખુલાસો કરતાં કહ્યું કે વિશેષાધિકાર કાયદાથી ઉપર નથી.

Top Stories India
YouTube Thumbnail 2024 02 27T103310.370 જમ્મુ-કાશ્મીરની પત્રકાર યાના મીરના અધિકારીઓએ હેરાનકર્યાનો આક્ષેપ પર કસ્ટમ વિભાગનો ખુલાસો 'વિશેષાધિકારો કાયદાથી ઉપર નથી'

જમ્મુ-કાશ્મીરની પત્રકાર યાના મીરે દિલ્હીના કસ્ટમ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યો. યાના મીરે પોતાના એક્સ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે દિલ્હી એરપોર્ટના કસ્ટમ અધિકારીઓ દ્વારા તેમને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી. જેના જવાબમાં કસ્ટમ્સ વિભાગે ખુલાસો કરતાં કહ્યું કે વિશેષાધિકાર કાયદાથી ઉપર નથી.

મહત્વનું છે કે યાના મીર જમ્મુ-કાશ્મીરની પત્રકાર હોવા સાથે એક સામાજિક કાર્યકર્તા પણ છે. યાના મીર વિદેશથી પરત ફરી રહ્યા હતા ત્યારે દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. કસ્ટમ અધિકારીઓએ કરેલ તપાસને લઈને મીરે આક્રોશ ઠાલવતા પોતાના ટ્વીટ હેન્ડલ પર એક પોસ્ટ મૂકી. યાનાએ પોતાના ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે દિલ્હીના ઈમિગ્રેશન અધિકારીઓએ તેની સાથે ખરાબ વર્તન કર્યું છે. પોસ્ટ શેર કરતી વખતે યાના મીરે લખ્યું કે અધિકારીઓએ તેમને કેટલાક સવાલો પૂછયા હતા. એક અધિકારીએ કહ્યું કે, ‘તમારી બેગ ખોલો, તમારી પાસે લૂઈસ વિટનની શોપિંગ બેગ કેમ છે? શું તમે તેના માટે ચૂકવણી કરી છે? બિલ ક્યાં છે?’ લંડનના લોકો મારા વિશે શું માને છે – એક ભારતીય મીડિયા યોદ્ધા અને દિલ્હીના કસ્ટમ લોકો મારા વિશે શું માને છે.

યાના મીરની પોસ્ટ પર સખત વાંધો વ્યક્ત કરતા દિલ્હી કસ્ટમ્સે કહ્યું કે યાના મીરે સામાન્ય વાતમાં મોટો વાંધો ઉઠાવ્યો છે. તેઓ વાતની બીનજરૂરી રીતે લંબાવી રહ્યા છે. યાના મીર હોય અથવા અન્ય કોઈ મુસાફર કેમ ના હોય અમારા અધિકારીઓ નમ્રતાથી તેમનું કામ કરતા હોય છે. અમારા અધિકારીઓને ખ્યાલ છે કે એરપોર્ટ પર અનેક મહાનુભાવોની અવર-જવર રહેતી હોય છે. આથી તેઓ તેમના વિવેક અનુસાર ફરજ બજાવતા હોય છે. દિલ્હીના કસ્ટમ વિભાગે એરપોર્ટ પરની સ્કેનિંગની કામગીરી અને પત્રકાર યાના મીરે કરેલ આક્ષેપનો ખુલાસો કરતાં CCTV ફૂટેજ પણ શેર કર્યા છે, જે દર્શાવે છે કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય મુસાફરોના સામાનને નિયમિતપણે સ્કેન કરવામાં આવે છે. આ ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જ્યારે અધિકારીઓએ યાનની બેગ સ્કેન કરવાની વિનંતી કરી, ત્યારે તેમણે સહકાર આપવા માટે અનિચ્છા દર્શાવી હતી.

દિલ્હી કસ્ટમ્સે ટ્વિટર પર લખ્યું, “આંતરરાષ્ટ્રીય મુસાફરોની બેગ સ્કેનિંગ નિયમિતપણે કરવામાં આવે છે. અન્ય મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના તેમનો સામાન સ્કેનરની અંદર મૂકે છે. યાના મીરે અધિકારીઓને કામના સહકાર આપવાના બદલે વિવાદ ઉભો કરી રહ્યા છે. મીર બિનજરૂરી રીતે નારાજ થયાનું અનુભવે છે. અમારો સ્ટાફ હંમેશા નમ્ર રહ્યો છે. વિશેષાધિકારો કાયદાથી ઉપર નથી. આ વિડીયો બતાવે છે કે મીર ખોટી અફવા ફેલાવી રહ્યા છે”

જણાવી દઈએ કે યાના મીરનું તાજેતરમાં ઈંગ્લેન્ડમાં એક ઈવેન્ટમાં ભારતમાં ભાષણની આઝાદી પરનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. તેણે કહ્યું હતું કે હું મલાલા યુસુફઝઈ નથી કારણ કે મારે ક્યારેય મારા દેશથી ભાગી જવું પડશે નહીં. તે ભારતમાં સુરક્ષિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM Mod/પંકજ ઉધાસના નિધન પર PM મોદીનું ભાવુક ટ્વીટ, કહ્યું- તેમની ગઝલો સીધી આત્માથી…

આ પણ વાંચો: Pankaj Udhas Death/જાણીતા ગઝલકાર પંકજ ઉધાસના મશહૂર ગીતો, આજે પણ ચાહકોના દિલોમાં કરે છે રાજ

આ પણ વાંચો: Arvalli Crime/અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી