Not Set/ પીએમ મોદીના બર્થડે પર શિવસેનાનો કટાક્ષ, પૂછ્યું મોંધવારી ઓછી વાળી કેક ક્યારે કાપશે?

પીએમ મોદી ને અભિનંદન પાઠવતા સંજય રાઉતે કહ્યું કે, નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય નેતા છે. અટલ જી બાદ નરેન્દ્ર મોદીએ ભાજપને ટોચ પર લાવવાનું…

Top Stories India
બર્થડે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 71 મો બર્થડે ઉજવી રહ્યા છે. તેમને દેશ અને વિદેશમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. દરમિયાન, એક સમયે ભાજપની ભાગીદાર શિવસેનાએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે કટાક્ષ પણ કર્યો છે. શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે અમે જોઈ રહ્યા છીએ કે પીએમ મોદી દેશમાં મોંઘવારી ઘટાડતી કેક ક્યારે કાપશે.

આ પણ વાંચો :બિહાર / વૃદ્ધાવસ્થા પેન્શન ચેક કરવા ગયા વૃદ્ધ, ખાતામાં આટલા કરોડ જોઇને ઉડી ગયા હોશ!!

પીએમ મોદીને બર્થડે પર અભિનંદન પાઠવતા સંજય રાઉતે કહ્યું કે, નરેન્દ્ર મોદી ખૂબ જ લોકપ્રિય નેતા છે. અટલ જી બાદ નરેન્દ્ર મોદીએ ભાજપને ટોચ પર લાવવાનું કામ કર્યું છે. તેમના કાર્યકાળમાં ભાજપને બહુમતી મળી હતી. અગાઉ ભાજપે માત્ર ગઠબંધન સરકાર બનાવી હતી. આ મોદીજીના નેતૃત્વનો ચમત્કાર છે.

રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, “પીએમ મોદીના કદના નેતા હજુ દેશમાં નથી.” રાજકારણમાં ભાજપ સાથેના મતભેદો અંગે સંજય રાઉતે કહ્યું કે પીએમ મોદી સાથે અમારા મતભેદો હોઈ શકે છે, પરંતુ તે સાચું છે કે પીએમ મોદી દેશમાં બીજા ના હોય શકે.

આ પણ વાંચો :Birthday / PM મોદીના જન્મદિવસ પર રાહુલ ગાંધીએ કર્યું વિશ, અમિત શાહે પણ પાઠવ્યા અભિનંદન

પીએમ મોદીની પ્રશંસાનો સેતુ બાંધ્યા બાદ સંજય રાઉતે પણ તેમની ઝાટકણી કાઢી હતી. દેશમાં વધતી જતી મોંઘવારી અંગે રાઉતે કહ્યું કે, મોંઘવારી વધી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. હું જોઉં છું કે પીએમ મોદી દરેકને જન્મદિવસની રિટર્ન ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. તેથી સાંજ સુધીમાં અમારું ધ્યાન તેના પર રહેશે કે શું મોદી જી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે કેક કાપશે કે નહીં.

આ પણ વાંચો :જન્મદિવસ / ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીએ ઈન્ડિયાનાં કેપ્ટન સમાન PM મોદીને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

આ પણ વાંચો :પોસ્ટર વોર / આતંકી કપડામાં જોવા મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ,લખવામાં આવ્યું-મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન