શાબાશ/ સુરેન્દ્રનગરનાં સમલામાં યુવકની હત્યાનો મામલો ગણતરીમાં ઉકેલતી વઢવાણ પોલીસ

પીએસઆઈ ડી.ડી. ચુડાસમા સહિતની સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખવાની સાથે વઢવાણ ખારવા રોડ હુડકો વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ ગંભીરસિંહ મોરી તેમજ દિવ્યરાજ ઉર્ફે દેવરાજ ધીરૂભા બારડને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત હત્યાના બનાવમાં બેઝબોલનો ધોકો તેમજ બાઇક પણ પોલીસે જપ્ત કર્યું હતું.

Top Stories Gujarat Others
વઢવાણ આરોપી

સુરેન્દ્રનગર જિલ્લાના સમલાના યુવકને લાકડાના ધોકા વડે અજાણ્યા શખસોએ ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી હતી.  મૃત્ક યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોટમ કરવામાં આવ્યુ હતું. આ હત્યાના મામલે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડયા હતા. વઢવાણ પોલીસ મથકના PSI સહિતના પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

સુરેન્દ્રનગર વઢવાણમાં લીંબડી તરફ જવા માટે સમલા ગામનો વ્યક્તિ વાહનની રાહ જોતો હતો. ત્યારે બોલાચાલી થતા 2 શખસ દ્વારા આ વ્યક્તિને બાઇક પર લઇ જઇને ખારવા રોડ પર આવેલી બંજર જમીન ઉપર લઇ જઇને બેઝબોલના ધોકાથી ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવમાં વઢવાણ પોલીસે બંને શખસને દબોચી લીધા હતા. અને મૃતક યુવાનનું પીએમ શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યુ હતું વધુ વિગત મળતી માહિતી મુજબ સમલા ગામના કસ્તુરભાઈ જીવણભાઈ વાઘેલા કારખાનાઓમાં સફાઇ સાથે મજૂરી કામ કરી કરતા હતા. ત્યારે વઢવાણ આવેલા કસ્તુરભાઈ લીંબડી તરફ જવાના વાહનની રાહ જોતા હતા.

આ દરમિયાન 2 શખસ સાથે બોલાચાલી થતા કસ્તુરભાઇને બાઇક ઉપર ખારવા રોડ પર આવેલી બંજર જમીન તરફ લઇ જઇને બેઝબોલના ધોક્કાથી માર મારીને કસ્તુરભાઈની હત્યા કરી નાખી હતી. બનાવને પગલે પીએસઆઈ ડી.ડી. ચુડાસમા સહિતની સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખવાની સાથે વઢવાણ ખારવા રોડ હુડકો વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ ગંભીરસિંહ મોરી તેમજ દિવ્યરાજ ઉર્ફે દેવરાજ ધીરૂભા બારડને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત હત્યાના બનાવમાં બેઝબોલનો ધોકો તેમજ બાઇક પણ પોલીસે જપ્ત કર્યું હતું. આ બંને શખસો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.ડી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરનાં સમલામાં યુવકની હત્યાનો મામલો ગણતરીમાં ઉકેલતી વઢવાણ પોલીસ

આ પણ વાંચો : 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં પગાર વધશે, જાણો કેટલો થશે ફાયદો