Not Set/ કચ્છમાં કોરોના મહામારીથી અંદાજે 9 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા : કોંગ્રેસના પ્રદેશમંત્રીનો દાવો

કચ્છમાં સરકારી ચોપડે અત્યારસુધી 269 કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે જોકે કોંગ્રેસના પ્રદેશ મંત્રીએ દાવો કર્યો કે કચ્છમાં કોરોના મહામારીથી અંદાજે 9 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ દાવાને લઈને જિલ્લા વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.

Gujarat Others Trending
radha 4 કચ્છમાં કોરોના મહામારીથી અંદાજે 9 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા : કોંગ્રેસના પ્રદેશમંત્રીનો દાવો

કચ્છમાં સરકારી ચોપડે અત્યારસુધી 269 કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે જોકે કોંગ્રેસના પ્રદેશ મંત્રીએ દાવો કર્યો કે કચ્છમાં કોરોના મહામારીથી અંદાજે 9 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ દાવાને લઈને જિલ્લા વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.

કચ્છમાં કોરોનાથી થતા મોતનો આંકડો છુપાવાય છે. આ વાત શરૂઆતથી ચર્ચામાં છે. મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે આવ્યા ત્યારે પણ આ મુદ્દે રજૂઆત કરાઈ હતી. જોકે કોઇ અમલવારી થઈ નથી. પરંતુ વહીવટીતંત્ર દ્વારા સબસલામતનું ચિત્ર બતાવાયુ છે. હાલમાં જિલ્લા પંચાયતની માહિતી પ્રમાણે કચ્છમાં કોરોનાથી અત્યારસુધી 12 હજાર દર્દી સંક્રમિત બન્યા છે,269 દર્દીના મોત થયા છે. હાલમાં અંદાજે 3200 જેટલા દર્દીઓ દાખલ છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મંત્રી રફીક મારાએ દાવો કર્યો છે કે કચ્છમાં અત્યારસુધી કોરોનાથી 9 હજાર લોકોના મોત નિપજ્યા છે સમયસર ઓકિસજન ન મળવુ,જિલ્લામાં વેન્ટિલેટરના નામે બાયપેપ મશીન આપી દેવાતા સારવારના અભાવે લોકો મર્યા છે.

Coronavirus Rajasthan Judge revealed Brokers in crematoriums recovering  fifteen thousand in lieu of funeral of covid dead bodies

જી.કે.જનરલમાં દરરોજના 60 અને આખા જિલ્લાની હોસ્પિટલો મળી કુલ 100 જેટલા દર્દીઓ રોજ મોતને ભેટતા હોવાનો દાવો પણ કર્યો હતો. રફીક મારાએ વધુમાં આક્ષેપ સાથે કહ્યું કે,કચ્છની મુખ્ય સિવિલ હોસ્પિટલ જી.કે.જનરલના ચેરપર્સન તરીકે કલેકટર છે પણ કલેકટરને કોરોના થયો ત્યારે તેઓએ ખાનગી હોસ્પિટલમાંથી સારવાર લીધી હતી .આ આક્ષેપો અને દાવાઓએ કચ્છમાં ચર્ચાનો દોર વધુ મજબૂત કર્યો છે. લોકો વહીવટીતંત્રના જવાબ સામે મીટ માંડીને બેઠા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ કોંગ્રેસી નેતાઓને ઇન્દોરમાં સરકાર દ્વારા રજુ  કરાયેલા મોતના આંકડા ખોટા હોવાનું કહી અને શહેર અને આસપાસના તમામ સ્મશાનમાંથી કોવિડ મૃતકોની યાદી કઢાવી હતી. અને રેંજ આઈજી ના ટેબલ પર મૂકી હતી. તો સાથે CM શિવરાજ સિંહ મેં આ મોત માટે દોષી ઠેરવીને કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.