Not Set/ લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

ગુજરાતમાં ભલે કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોય અને સામાન્ય જનતાને રાહત મળી હોય, પરંતુ બીજી તરફ રાજ્યમાં સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. આપ જાણતો હશો કે લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે…

Top Stories Gujarat Others
11 112 લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

ગુજરાતમાં ભલે કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોય અને સામાન્ય જનતાને રાહત મળી હોય, પરંતુ બીજી તરફ રાજ્યમાં સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. આપ જાણતો હશો કે લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે આજે રાજ્યમાં અમુક દૂધનાં ભાવમાં ભડકો થયો છે.

11 115 લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

વેરિઅન્ટ પર પ્રભાવી / અમેરિકામાં કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે ભારતની કોવેક્સિન

પહેલાથી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પિસાઈ રહેલી જનતાને આજે વધુ એક ભાવ વધારાની માર સહન કરવાનો વારો આવ્યો છે. જણાવી દઇએ કે, આજે અમુલ દૂધે લિટર દિઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે. કોરોનામાં લોકોનાં ખિસ્સા પહેલાથી જ ખાલી થઇ ગયા છે. હાલમાં મોંઘવારીનાં ઊંચા દર વચ્ચે સામાન્ય માણસને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ રહ્યાં છે ત્યારે વધુ એક વધારો પ્રજાની કમર તોડી નાખે તો નવાઇ નહી. અમૂલનાં તમામ દૂધ ઉત્પાદ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાઝા, અમૂલ ટી-સ્પેશિયલ, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમમાં પ્રતિ લિટર રૂ .2 નો વધારો થશે. આપને જણાવી દઇએ કે, 1 જુલાઈથી, અમુલ દૂધ ગુજરાત સહિત દિલ્હી, એનસીઆર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા અન્ય રાજ્યોમાં મોંઘા ભાવે મળશે. લગભગ દોઢ વર્ષ બાદ અમુલ દ્વારા આ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે નવી કિંમતો લાગુ થયા બાદ અમુલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર 58 રૂપિયા થશે.

અમુલ ગોલ્ડ

11 113 લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

પ્રાપ્ત માહિતી અનુસાર, અમુલ સહકારી મંડળીએ વધતા જતા ખર્ચને કારણે દૂધનાં ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેની તમામ બ્રાન્ડ્સમાં પ્રતિ લિટર રૂ .2 નો વધારો કર્યો છે. આ વધારા સાથે અમુલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર 58 રૂપિયા થઈ જશે. આ ઉપરાંત અમુલ શક્તિ, અમુલ તાઝા, અમુલ ટી સ્પેશિયલ, અમુલ સ્લિમ અને ટ્રીમ મિલ્કનાં ભાવમાં પણ લિટર દીઠ રૂ.2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડનો પ્રતિ લિટર ભાવ 56 રૂપિયા હતા, જે 1 જુલાઈથી 58 થઇ જશે.

મહત્વપૂર્ણ નિર્ણય / સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાથી થયેલા મોત પર વળતર આપે સરકાર

અમુલ તાજા

11 114 લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

અમુલ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની છે. હવે અમુલનાં આ નિર્ણય બાદ મધર ડેરી સહિત અન્ય કંપનીઓ પણ દૂધનાં ભાવમાં વધારો કરી શકે છે. જણાવી દઇએ કે, કંપનીઓ માટે દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. આ જ કારણ છે કે આ ભાવ વધારો કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, આ ભાવ વધારા બાદ અમુલ તાજા જે પ્રતિ લિટર 44 માંથી 46 રૂપિયામાં મળશે.

અમુલ શક્તિ

endplt 3 00040 લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ

Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ

દૂધનાં ભાવમાં વધારા સાથે અન્ય ડેરી ઉત્પાદનોની કિંમતોમાં પણ વધારો થશે. હવે દૂધ મોંઘું થવાની સાથે ચા, કોફી, મીઠાઈ અને ચોકલેટ સિવાય ઘી, પનીર, માખણ, પનીર, લસ્સી, આઈસ્ક્રીમ અને છાશનાં ભાવ પણ વધશે. આવી સ્થિતિમાં દૂધનાં વધતા ભાવોની સાથે સામાન્ય માણસનાં બજેટ ઉપર પણ વધુ એક આંચકો લાગ્યો છે. જણાવી દઇએ કે, આ ભાવ વધારા બાદ જે અમુલ શક્તિ દૂધ પ્રતિ લિટર 54 રૂપિયામાં મળતુ હતુ તે 56 રૂપિયામાં મળશે.

Footer 2 લ્યો! હવે દૂધમાંય ઉભરો, અમુલે લિટર દીઠ 2 રૂપિયા વધાર્યા, આવતીકાલથી વધારો લાગુ