Bollywood/ મંદિરા બેદીના પતિ રાજ કૌશલની છેલ્લી પોસ્ટ વાયરલ, આ સેલેબ્સ સાથે કરી હતી પાર્ટી

બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી ના પતિ રાજ કૌશલનુ આજે સવારે હ્રદય રોગનો હુમલો થવાના કારણે નિધન થઇ ગયુ છે. રાજે અભિનેતા તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

Trending Entertainment
a 344 મંદિરા બેદીના પતિ રાજ કૌશલની છેલ્લી પોસ્ટ વાયરલ, આ સેલેબ્સ સાથે કરી હતી પાર્ટી

બોલીવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી ના પતિ રાજ કૌશલનુ આજે સવારે હ્રદય રોગનો હુમલો થવાના કારણે નિધન થઇ ગયુ છે. રાજે અભિનેતા તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. 49 વર્ષના રાજ એક ફિલ્મમેકર હતાં. સામે આવી રહેલી જાણકારી અનુસાર, રાજ કૌશલનુ નિધન સવારે 4.30 વાગે થયુ. રાજ કૌશલના નિધન પર બોલીવુડની તમામ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. મંદિરા બેદી અને રાજ કૌશલના બે દીકરા અને એક નાની દીકરી છે.

રાજ કૌશલની મૃત્યુ બાદ તેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે. રાજ કૌશલની આ તસવીર મંગળવારની છે. રાજ કૌશલે આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરી હતી.

આ પણ વાંચો :મળો અનુપમા ફેમ રૂપાલીગાંગુલી થી લઇને વનરાજ સુધાંશુ પાંડે સુધી ના રિયલ લાઈફ પાર્ટનર ને, જુઓ તસવીરો

રાજ કૌશલે આ તસવીર સાથેની પોસ્ટમાં લખ્યું, , ‘Super Sunday. Super Friends. Super Fun ???? #oriama’આ તસવીરમાં મંદિરા બેદી, નેહા ધૂપિયા, અંગદ બેદી, ઝહીર ખાન, સાગરિકા ઘાટગે પણ રાજ કૌશલ સાથે જોવા મળી રહી છે. રાજ કૌશલનો ઇન્સ્ટાગ્રામ પરિવાર અને મિત્રોની તસવીરોથી ભરેલો છે. બુધવારે ઘણા મિત્રો અને સેલેબ્સે સોશિયલ મીડિયા પર રાજ કૌશલના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહને હિન્દુજા હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો શું થયું

Instagram will load in the frontend.

મંદિરા બેદી  અને રાજ કૌશલે 14 ફેબ્રુઆરી, 1999એ લગ્ન કરી લીધા હતા. મંદિરા અને રાજની પહેલી મુલાકાત મુકુલ આનંદના ઘરે થઇ હતી. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી હતી, અને રાજ કૌશલ, મુકુલ આનંદના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યાં હતા. અહીંથી બન્નેએ એકબીજાને જોયા અને તેમને પ્યારની શરૂઆત થઇ હતી. રાજે પોતાની કેરિયરમાં ત્રણ ફિલ્મો – પ્યાર મે કભી કભી, શાદી કા લડ્ડૂ અને એન્થની કૌણ હૈનુ નિર્દેશન કર્યુ હતુ.

આ પણ વાંચો :કંગનાનો પાસપોર્ટ રિન્યુ,સોશિયલ મીડિયા પર તસવીર સાથે આ વાતની જાણકારી આપી