Not Set/ કુખ્યાત મુન્ના બજરંગીની જેલમાં હત્યા, હત્યારાએ કહ્યું તેણે મને જાડો કહ્યો એટલે…

ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર મુન્ના બજરંગીની બાગપત જેલમાં થયેલી હત્યામાં સુનીલ રાઠીનું નામ આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ સુનીલ રાઠીએ જણાવ્યું હતું કે, “મુન્નાએ તેના દેખાવ પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તે ભડકી ઉઠ્યા હતા. સુનિલએ પોલીસને કહ્યું હતું કે બંને જેલમાં જ ફરવા દરમિયાન મળ્યા હતા. સુનિલ રાઠી પહેલાથી જ બાગપત જેલમાં બંધ […]

Top Stories India Trending
Master 2 કુખ્યાત મુન્ના બજરંગીની જેલમાં હત્યા, હત્યારાએ કહ્યું તેણે મને જાડો કહ્યો એટલે...

ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર મુન્ના બજરંગીની બાગપત જેલમાં થયેલી હત્યામાં સુનીલ રાઠીનું નામ આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ સુનીલ રાઠીએ જણાવ્યું હતું કે, “મુન્નાએ તેના દેખાવ પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તે ભડકી ઉઠ્યા હતા. સુનિલએ પોલીસને કહ્યું હતું કે બંને જેલમાં જ ફરવા દરમિયાન મળ્યા હતા. સુનિલ રાઠી પહેલાથી જ બાગપત જેલમાં બંધ છે, તેથી પોલીસએ આ કેસમાં તેની ધરપકડ રજુ કરી દીધી છે. જેલ વહીવટીતંત્ર વતી કુખ્યાત સુનિલ રાઠી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

સુનીલ રાઠીએ પોલીસને જણાવ્યું હતું કે,

‘તેમણે(બજરંગી) મને કહ્યું કે હું ખૂબ જાડો છું. મને તે પસંદ ના આવ્યું. મેં બજરંગીને કહ્યું કે તમારી સ્થિતિને પ્રથમ સુધારો. જેના કારણે અમારી વચ્ચે બોલાચાલી શરૂ કરી અને તેમણે(બજરંગી) માઉસર બંદૂકને મારી સામે રાખી દીધી. મેં બંદૂક ખેંચી અને તેને લાત મારી હતી, જેના કારણે તે પડી ગયો. જેનો મોકો મેળવી મેં(સુનિલ રાઠી) તેના પર બંદૂક રાખી બધી ગોળીઓ તેના શરીરમાં ભરી દીધી.’

જો કે, મુન્ના બજરંગીની હત્યા પાછળનો આવા સામાન્ય કારણો પોલીસ અધિકારીઓને અચરજમાં નાખી દીધા છે. ઘટનાની તપાસ કરનાર એક અધિકારીએ કહ્યું હતું કે, બાગતાત જેલમાં મુન્ના કરતા સુનીલ રાઠી રાખવાની મુશ્કેલીઓ વધુ હતી. અન્ય સાક્ષીઓએ નોંધ્યું હતું કે સુનિલએ એકાએક સેલ (આઇસોલેશન સેલ) ની બહાર એક બગીચામાં ખુલ્લે આમ ફાયરિંગ કરવાનું શરૂ કરરી દીધું હતું.

Master 1 કુખ્યાત મુન્ના બજરંગીની જેલમાં હત્યા, હત્યારાએ કહ્યું તેણે મને જાડો કહ્યો એટલે...
Munna Bajarangi @imgcourtacyNBT

એક અધિકારીએ જણાવ્યું હતું કે બજરંગીની હત્યા પૂર્વ નિયોજિત હતી. જે રીતે સુનિલ રાઠીએ બજરંગીના ભેજામાં ગોળીઓ ભરી દીધી એ ક્રૂરતાથી જ અંદાજો આવે છે કે તેમને બજરંગી પ્રત્યે કેટલી નફરત હતી. જેના કારણે આવી ઘટના ઘટવી સંભવ બની છે.