Not Set/ લોકસભા ચુંટણી: ગઠબંધનનું રાજકારણ, આ કોંગ્રેસનું કન્ફયુઝન છે કે કોન્ફિડન્સ?

2019 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સામે  એકજુટ થઈને જંગનું એલાન કરનાર વિપક્ષી દળ વારંવાર એક મંચ પર આવતા હોવા છતાં પણ મેદાન-એ-જંગમાં અલગ-અલગ ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. જે કોંગ્રેસ મોદી સરકાર પર તાનાશાહી એન લોકતંત્ર સમાપ્ત કરવાનો આરોપ લગાવતા મહિનાઓથી બધા જ વિપક્ષી દળોને એકજુટ કરવાના પ્રયત્ન કરી રહી હતી. આજે […]

Top Stories India Trending
rap 10 લોકસભા ચુંટણી: ગઠબંધનનું રાજકારણ, આ કોંગ્રેસનું કન્ફયુઝન છે કે કોન્ફિડન્સ?

2019 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સામે  એકજુટ થઈને જંગનું એલાન કરનાર વિપક્ષી દળ વારંવાર એક મંચ પર આવતા હોવા છતાં પણ મેદાન-એ-જંગમાં અલગ-અલગ ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. જે કોંગ્રેસ મોદી સરકાર પર તાનાશાહી એન લોકતંત્ર સમાપ્ત કરવાનો આરોપ લગાવતા મહિનાઓથી બધા જ વિપક્ષી દળોને એકજુટ કરવાના પ્રયત્ન કરી રહી હતી. આજે તેને જ મહાગઠબંધનની પરિધિથી બહાર કરવામાં આવી રહી છે અથવા તો ક્ષેત્રીય દળ તેને તેની શરતો પર સાથે રાખી રહ્યા છે. આનું પરિણામ એ થયું કે યુપી, હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા મહત્વના રાજ્યોમાં કોંગ્રેસ એકલી પડી ગઈ છે. જયારે બિહારમાં આરજેડી કોંગ્રેસને તેની માંગના અનુસાર સીટ ના આપીને તેની લિમિટનું અહેસાસ કરવી રહી છે. આ સિયાસી ખચીડીના બાદ હવે કેટલાક પક્ષ કોંગ્રેસને કન્ફ્યુઝ પણ કહેવા લાગ્યા છે, આમાં પ્રશ્ન એ છે કે શું ખરેખર કોંગ્રેસમાં ભ્રમમાં છે અથવા તેને ફ્રંટ ફુટ પર રમતા સારા પ્રદર્શનનું કોન્ફિડન્સ છે.

સૌથી વધારે 80 લોકસભા સીટો વાળા યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનથી કોંગ્રેસને પહેલાથી જ ખુબ જ મોટો ઝટકો આપી દીધો હતો. જેના પછી કોંગ્રેસ દ્રારા સપા-બસપા-આરએલડી ગઠબંધન માટે સીટો છોડવાના એલન પર 18 માર્ચે બસપા સુપ્રીમો માયાવતીએ એવું કહી દીધું કે કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે. માયાવતીએ કડક અંદાજમાં કોંગ્રેસને ચેવતા સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ ન તો તેમનું કોઈ ગઠબંધન છે ન તો કોઈ તાલમેલ છે. માયાવતીના આ વલણને સમર્થન આપતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોંગ્રેસની સલાહ આપવામાં વિલંબ કર્યો નહતો અને કહ્યું હતું કે સપા-બસપા અને આરએલડીના ગઠબંધન ભાજપને હરાવવા માટે સક્ષમ છે, તેથી કોંગ્રેસ કોઈ કન્ફયુઝન ન ઉભું કરે. હવે દિલ્હીથી સમાન અવાજો આવી રહ્યા છે.

આમ આદમી પાર્ટીથી ગઠબંધન પર હલચલ

રાજધાની દિલ્હીમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન લંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે આ એ મુદ્દા પર પહોંચી છે કે દિલ્હી કોંગ્રેસ અને કેન્દ્રિય નેતૃત્વના નેતાઓનો સામ સામે આવી ગયા છે. પીસી ચાકો  દિલ્હીના ઇનચાર્જ ગઠબંધનને સમર્થન આપી રહ્યા છે, દિલ્હી કોંગ્રેસ પ્રમુખ શીલા દીક્ષિત તેના વિરુદ્ધમાં જોવા મળી રહી છે. આપ નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે પણ માયાવતી અને અખિલેશ જેવા કોંગ્રેસને કન્ફયુઝન કહી રહી છે. તેઓએ કહ્યું છે કે જે લોકો બંધારણ માટે જોખમ છે તેઓને લડવાની પરિસ્થિતિને સંપૂર્ણપણે સ્પષ્ટ રાખવી પડશે. સંજય સિંહના સહાયક અને આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશના અધ્યક્ષ ગોપાલ રાયએ એટલું કહ્યું દીધું છે કે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન થશે નહી. કારણ કે ખૂબ મોડું થઈ ગયું છે. બિહારમાં કોંગ્રેસ દ્વારા લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળને પણ આ જ ચેતવણી આપવામાં આવી છે.

બિહારમાં બેઠકો પર અટકી વાત

બિહારમાં એનડીએએ સીટ ભાગલાની અંતિમ સ્વરૂપ આપી દીધું છે, જ્યારે મહાગઠબંધનમાં હાલમાં કોઈ પણ નિર્ણય લેવા સક્ષમ નથી. હવે આ મુદ્દો ત્યાં સુધી પહોંચી ગયો છે કે આરજેડીએ કોંગ્રેસને એકલા ચૂંટણી લડવાની ચેતવણી આપી છે. જણાવીએ કે કોંગ્રેસ બિહારમાં 11 બેઠકોની માગણી કરી રહી છે, જેમાં 40 લોકસભાની બેઠકો છે, જ્યારે આરજેડી 8 થી વધુ બેઠકો આપવાના મૂડમાં નથી.

એટલે કે હાલની સ્થિતિ એ છે કે ફ્રંટ ફુટ પર રમતિયાળ કોંગ્રેસ ચુંટણી નજીક આવતા આવતા દિલ્હી, બિહાર, હરિયાણા, પંજાબ અને યુપીમાં અલગ પડી ગઈ છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કોંગ્રેસને ચેતવણી પણ આપી છે કે તે ફક્ત જમ્મુ ક્ષેત્રમાં જ ગઠબંધનને ધ્યાનમાં લે, તેના પોતાના ઉમેદવારો કાશ્મીર ઝોનમાં ત્રણેય બેઠકોમાં લડશે. પશ્ચિમ બંગાળમાં, ટી.એમ.સી. પોતાની જાત પર લડતી રહી છે અને તમામ પ્રયત્નો પછી કોંગ્રેસ અને લેફ્ટના ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.

આના સામાન્ય રીતે  કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશમાં મોદી સરકારના સામે મહાગઠબંધનનું જે અભિયાન કોંગ્રેસને લઈને ચાલી રહ્યું હતું.તેમાં ચુંટણી આવતા આવતા તેના સાથે જ ડીએમકે અને એનસીપીના સિવાય કોઈ પણ પ્રમુખ દળ સ્પષ્ટરૂપે જોવા મળી રહ્યું નથી. હવે આ તેનું કન્ફયુઝન છે કે રાષ્ટ્રીય દળ હોવાના નેતા તેમના દમ પર વધુમાં વધુ બેઠકો જીતીને ગૈર-એનડીએ દળોને લીડ કરવાના કોન્ફિડન્સ એ તો ચુંટણી પછી સામે આવશે.