Not Set/ ઝુંપડપટ્ટીમાં 151 શૌચાલય મનપા દ્વારા બનાવાયા, બે જ મહિનામાં બધા જ શૌચાલય પડી ભાંગયા

સુરત સુરતમાં સાંઈબાબા નગર ઝુંપડપટ્ટીમાં શૌચાલયનું કૌભાંડ સામે આવ્યું છે. જે ઝુપડપટ્ટીમાં 151 શૌચાલય સુરત મ્યુનિસિપલ દ્વારા બનાવામાં આવ્યા છે. પરંતુ તે શૌચાલય હલકી ગુણવત્તા વાળા બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણે માત્ર બે જ મહિનામાં બધા જ શૌચાલય પડી ભાંગયા છે. સ્વચ્છ સુરત સુંદર સુરતની મ્યુનિસિપલ સ્વચ્છ ભારતના બણગા ફુંકી રહ્યા છે. […]

Top Stories Gujarat Surat Trending
dfsaA 10 ઝુંપડપટ્ટીમાં 151 શૌચાલય મનપા દ્વારા બનાવાયા, બે જ મહિનામાં બધા જ શૌચાલય પડી ભાંગયા

સુરત

સુરતમાં સાંઈબાબા નગર ઝુંપડપટ્ટીમાં શૌચાલયનું કૌભાંડ સામે આવ્યું છે. જે ઝુપડપટ્ટીમાં 151 શૌચાલય સુરત મ્યુનિસિપલ દ્વારા બનાવામાં આવ્યા છે. પરંતુ તે શૌચાલય હલકી ગુણવત્તા વાળા બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણે માત્ર બે જ મહિનામાં બધા જ શૌચાલય પડી ભાંગયા છે.

સ્વચ્છ સુરત સુંદર સુરતની મ્યુનિસિપલ સ્વચ્છ ભારતના બણગા ફુંકી રહ્યા છે. જે કેટલા અંશે સાર્થક છે, મંતવ્ય ન્યુઝ દ્વારા સુરતના ઉના વિસ્તારમાં આવેલ સાંઈબાબા નગર ઝુંપડપટ્ટીની મુલાકાત લેવામાં આવી તો સુરતના મહાનગર પાલિકાના શૌચાલય બનાવવાનો ભાંડો ફુટી ગયો હોય તેવું લાગે છે.

કારણે અહીં આ ઝુંપડપટ્ટી વર્ષો જુની છે. અહીં શ્રમજીવીઓ વસવાટ કરવા મજબુર બન્યા છે. અહીં 120 થી 140 જેટલા ઝુંપડાઓ આવેલા છે. સરકારની શૌચાલય યોજના હેઠળ સુરત મહાનગરપાલિકાને 151 શૌચાલય બનાવવામાં માટે 1 શૌચાલય દીઠ 9 હજાર ફાળવવામાં આવ્યા હતા.

જેની ગણતરીએ કરીએ તો 151 શૌચાલયના કુલ 13 લાખ 60 હજાર રૂપિયા થાય છે. સુરત મનપા અધિકારીઓ અહીં ઝુંપડપટ્ટીની 40 થી 50 ટકા આકરણી કરી ગયા હતા અને જે ઝુંપડપટ્ટી બંધ હતી તેને બીજી વાર આકરણી કરવા આવીશું કહીને જતા રહ્યા હતા. પરંતુ આજદિન સુધી મનપાના અધિકારીઓ ફરકયા નથી અને જે ઝુંપડપટ્ટીની આખરણી કરી ગયા હતા તે લોકો સમયસર વેરો પણ સુરત મહાનગર પાલિકામાં ભરી રહયા છે.

પરંતુ વાત એ છે કે, અહીં કેટલાક લોકોએ આરટીઆઈ પણ કરી હતી છતાં કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી, ખાસ કરીને અહીં એક એવો પરીવાર રહે છે જે કે જેમાં 5 વ્યકિતઓ વિકલાંગ છે  અને અહીં ઝુપડપટ્ટીમાં જવા માટે રસ્તાની પણ સુવિધા નથી ખાડા- ટેકરાવાળા રોડ પરથી નીચે ઉતરવું પડે છે.

બીજી વાત કરીએ તો અહીં એટલી બધી ગંદકીનું સામ્રાજય છે આપણે એકવાર જોઈએ તો પણ સુગ આવે ત્યારે અહીંના શ્રમજીવીઓ ગંદકી વચ્ચે રહેવા મજબુર બન્યા છે. શૌચાલયની વાત કરીએ તો મનપા દ્વારા ટાર્ગેટ બનાવવામાં માટે 151 જેટલા શૌચાલય તો બનાવ્યા પરંતુ માત્ર બે મહિનામાં જ બધા શૌચાલયો પડી ભાંગયા, અહીં યુવતી, પ્રેગનેટ મહિલાઓને પણ ટેકરા પર ચઢીને ખુલ્લામાં શૌચ કરવા જવું પડી રહ્યું છે. ખરેખર સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવે છે ત્યારે નેતાઓ માત્ર સારી જગ્યા પર જાડુ લઈને સાફ કરવા જાય છે. અહીં આવીને એક વાર સ્વચ્છતા કરવામાં આવે તો જ સ્વચ્છતાની ઝુંબેશ સાર્થક થાય.