સુપ્રિમ કોર્ટે શિક્ષા તથા સરકારી નોકરીઓમાં મરાઠા સમાજને આરક્ષણ સંબંધી જોગવાઈને યથાવત રાખવાના બોમ્બે હાઈકોર્ટનાં નિર્ણયને પડકાર આપતી અરજી પર શુક્રવારે મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માંગ્યો.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે મરાઠા રિઝર્વેશન એક્ટની બંધારણીય માન્યતાને સમર્થન આપવા બોમ્બે હાઈકોર્ટનાં આદેશ પર રોક લગાવી નથી, પરંતુ તે સ્પષ્ટ કર્યું કે બોમ્બે હાઈકોર્ટ, જેણે 2014 પહેલા મરાઠા સમુદાયને આરક્ષણ આપ્યુ હતુ, આ ઓર્ડરનાં પાસાનો અમલ કરવામાં આવશે નહીં.
બેંચ બે અરજીઓ પર સુનવણી કરી રહી હતી, જેમાંથી એક જે.લક્ષ્મણ રાવ પાટિલની હતી, જેમાં તેમણે મરાઠા સમુદાયને આરક્ષણ આપવાનો બોમ્બે હાઈકોર્ટનાં નિર્ણયને પડકાર આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન