Manish Sisodia/ મનીષ સિસોદિયાની ધરપકડ પર ગુસ્સે થયા અખિલેશ યાદવ, કહ્યું- વિપક્ષ…

સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ પર ટીકા કરી હતી. તેમણે…

Top Stories India
case against Manish Sisodia

case against Manish Sisodia: સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ પર ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી ચુકી છે, તેથી જ તે વિપક્ષના રાજકીય દળોને ખોટા કેસોમાં ફસાવી રહી છે.

અખિલેશે સોમવારે ટ્વીટ કર્યું કે, દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારા મનીષ સિસોદિયાની ધરપકડ કરીને ભાજપે સાબિત કરી દીધું છે કે તે માત્ર શિક્ષણની વિરુદ્ધ નથી પરંતુ દિલ્હીના બાળકોના ભવિષ્યની પણ વિરુદ્ધ છે. આનો જવાબ દિલ્હીની જનતા આગામી લોકસભા ચૂંટણીમાં શહેરની તમામ સાત બેઠકો પર ભાજપને હરાવીને આપશે. અગાઉ, અન્ય એક ટ્વિટમાં, સપા અધ્યક્ષે કહ્યું, મનીષ સિસોદિયાની ધરપકડથી સાબિત થઈ ગયું છે કે ભાજપ સરકારે વર્ષ 2024 પહેલા જ હાર સ્વીકારી લીધી છે, તેથી જ તે વિવિધ રાજ્યોમાં વિપક્ષી રાજકીય દળોને ખોટા કેસમાં ફસાવી રહી છે. પરંતુ સંઘર્ષ કરતા લોકો જેલ જવાથી ડરતા નથી. સત્ય ક્યાં સુધી છુપાવી શકાય?

જણાવી દઈએ કે CBIએ વર્ષ 2021-22 માટે એક્સાઈઝ પોલિસીના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ રવિવારે સાંજે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. તેલંગાણાના શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ પણ મનીષ સિસોદિયાની ધરપકડની નિંદા કરી હતી. BRSના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામારાવે સિસોદિયાની ધરપકડને અલોકતાંત્રિક ગણાવી અને આરોપ લગાવ્યો કે વિપક્ષો સાથે બીજેપીનું વર્તન ખરાબ હતું. BRS નેતા જાણવા માગે છે કે છેલ્લા 8 વર્ષમાં ભાજપના નેતાઓ અથવા તેમના સંબંધીઓ પર કેટલા ED, IT અને CBI દરોડા પાડવામાં આવ્યા છે? તેમણે કહ્યું કે, શું ભાજપના બધા લોકો રાજા સત્ય હરિશ્ચંદ્રના સગા છે?’ દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે ગંભીર આરોપો હોવા છતાં PMના સાથીઓની સુરક્ષા કરવામાં આવે છે અને વિપક્ષી નેતાઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.

મનીષ વિના કેજરીવાલ શું?

મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 18 વિભાગો છે. ગયા વર્ષે મે મહિનામાં કેજરીવાલના અન્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ મનીષ સિસોદિયાને અન્ય ઘણા પોર્ટફોલિયો મળી ગયા હતા. મનીષ સિસોદિયા દિલ્હીનું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા, જે માર્ચના બીજા સપ્તાહમાં રજૂ થવાનું હતું. મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીની પહેલી સરકારથી જ બજેટ રજૂ કરી રહ્યા છે. કેજરીવાલ મનીષ સિસોદિયાને દેશના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી ગણાવતા હતા. કેજરીવાલ અને મનીષ વચ્ચેનું જોડાણ રાજકારણમાં પ્રવેશતા પહેલા NGO પરિવર્તનના સમયથી છે.

મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 33 વિભાગોમાંથી 18 મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી હતી. એવું કહેવાય છે કે મનીષે દિલ્હી સરકારની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભા પર લીધી હતી અને અરવિંદ કેજરીવાલને દેશભરમાં પાર્ટીના વિસ્તરણના બોજથી મુક્ત રાખ્યા હતા. મનીષ સિસોદિયાની સરખામણીમાં કેજરીવાલની કેબિનેટના અન્ય મંત્રીઓ ક્યાંય ટકી રહ્યા નથી. મનીષ ઉપરાંત કૈલાશ ગેહલોત પાસે છ પોર્ટફોલિયો છે, રાજ કુમાર આનંદ પાસે ચાર, ગોપાલ રાય પાસે ત્રણ અને ઈમરાન હુસૈન પાસે બે છે.

એવું કહેવાય છે કે મનીષ સિસોદિયાના કારણે જ કેજરીવાલે કોઈ વિભાગ પોતાની પાસે રાખ્યો ન હતો અને કોઈપણ ચિંતા કર્યા વગર પાર્ટીના વિસ્તરણનું કામ ચાલુ રાખ્યું હતું. મનીષ સિસોદિયાને દિલ્હીમાં સારી શાળા અને હોસ્પિટલની નીતિ માટે પણ શ્રેય આપવામાં આવે છે. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ જો કેજરીવાલ સરકાર પર કોઈ અસર થઈ નથી તો તેનો શ્રેય પણ મનીષ સિસોદિયાને જાય છે. પરંતુ હવે મનીષની પણ ધરપકડ થઈ ગઈ છે, તો કેજરીવાલ શું કરશે?

આમ આદમી પાર્ટી જામીન અરજી દાખલ કરવાની તૈયારી કરી રહી છે. જો મનીષને જામીન મળી જાય તો કેજરીવાલ માટે મોટી રાહત હશે. જો મનીષ સત્યેન્દ્ર જૈનની જેમ લાંબો સમય જેલમાં રહેશે તો કેજરીવાલે વિકલ્પ શોધવો પડશે.

આ પણ વાંચો: Earthquake/કચ્છની ધરા ફરી ધ્રુજી, 3.8નો અનુભવાયો આંચકો: લોકોમાં છવાયો ભય

આ પણ વાંચો: Italian Boat Capsize/ઇટાલીયન બોટ દુર્ઘટનામાં 24થી વધુ પાકિસ્તાનીઓના મોતઃ પીએમ શહેબાઝ શરીફ