Not Set/ હાર્દિક પટેલે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, શું જોડાશે ભાજપમાં?

હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું છે કે આજે હું હિંમતભેર કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું, મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે,

Top Stories Ahmedabad Gujarat Trending
હાર્દિક પટેલે

ગુજરાતના રાજકારણમાં મોટો ભુકંપ આવ્યો છે.  હાર્દિક પટેલને લઇને સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે બાદ એવી અટકળો ફેલાઈ રહી છે કે, તેઓ 20 મે ના રોજ ભાજપમાં જોડાઈ શકે શકે છે.

હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું છે કે આજે હું હિંમતભેર કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું, મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે, હું માનું છું કે હાર્દિકનું આ પગલું તે પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.

આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત તેમણે ખુલ્લેઆમ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી કરાવી દીધી હોય. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી.

હાર્દિક પટેલે કોંગ્રેસ પર કયા આરોપો લગાવ્યા?

  • કોંગ્રેસ પાર્ટી દેશના હિત અને સમાજના હિતની વિરુદ્ધમાં કામ કરી રહી છે.
  • કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ પુરતી સીમિત થઈ ગઈ છે
  • રામ મંદિર નિર્માણ, CAA-NRC, કલમ 370, GSTના અમલમાં કોંગ્રેસ અડચણરૂપ હતી.
  • જ્યારે દેશ મુશ્કેલીમાં હતો ત્યારે આપણા નેતાઓ વિદેશમાં હતા

ખોડલધામમાં રવિવારે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે.

કોંગ્રેસની નેતાગીરી સક્રિય નથી તેવા આક્ષેપ કરનારા હાર્દિકે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છોડવાના સંકેત આપવાનું શરુ કરી દીધું હતું. બીજી તરફ, કોંગ્રેસના નેતાઓ એવા વ્હેમમાં હતા કે હાર્દિક પક્ષ છોડીને નહીં જાય અને તેની ભાજપમાં જોડાવાની અટકળોને મીડિયાએ હવા આપી હોવાનું નિવેદન ખુદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આપ્યું હતું. હાર્દિક પણ નારાજગી વચ્ચે જ્યારે પણ તેને પૂછવામાં આવે ત્યારે કહેતો હતો કે તે કોંગ્રેસમાં જ છે, અને ભાજપમાં જોડાવાનો કોઈ સવાલ જ નથી.

આ પણ વાંચો:દાહોદ પેટ્રોલપંપમાં ફિલ્મી ઢબે કરાઈ લૂંટ તો પોલીસ બની સિંઘમ : જાણો આખો મામલો

આ પણ વાંચો: બુરખો પહેરેલા આતંકવાદીએ દુકાન પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો, એકનું મોત

આ પણ વાંચો:ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમ પક્ષને કાનૂની સહાય આપવાની કરી જાહેરાત