Not Set/ 90 વર્ષીય મોતીલાલ વોરા હોઈ શકે છે કોંગ્રેસનાં વચ્ચગાળાનાં “રાષ્ટ્રીય અધ્યક્ષ”

રાહુલ ગાંધી આજે ટ્વીટરનાં માધ્યમથી પોતાનું રાજીનામું પબ્લિક ડોમેઇમા મુકવા સાથે લોકસભાની હાર બાદ પહેલીવાર મિડીયા સાથે ખુલીને વાત કરી હતી. આપને જણાવી દઇએ કે રાહુલે 25′ મે નાં રોજ કોંગ્રેસનાં અધ્યક્ષ પદ્દ પરથી રાજીનામુ આપી દીધેલું હતું. કોંગ્રેસ વર્કીંગ કમિટી દ્રારા રાજીનામાનો સ્વીકાર ત્યારે કરવામા નહોતો આવ્યો. આ વાતને લઇને જ રાહુલ ગાંધીએ આજે […]

Top Stories India
motilal vora 1 90 વર્ષીય મોતીલાલ વોરા હોઈ શકે છે કોંગ્રેસનાં વચ્ચગાળાનાં "રાષ્ટ્રીય અધ્યક્ષ"

રાહુલ ગાંધી આજે ટ્વીટરનાં માધ્યમથી પોતાનું રાજીનામું પબ્લિક ડોમેઇમા મુકવા સાથે લોકસભાની હાર બાદ પહેલીવાર મિડીયા સાથે ખુલીને વાત કરી હતી. આપને જણાવી દઇએ કે રાહુલે 25′ મે નાં રોજ કોંગ્રેસનાં અધ્યક્ષ પદ્દ પરથી રાજીનામુ આપી દીધેલું હતું. કોંગ્રેસ વર્કીંગ કમિટી દ્રારા રાજીનામાનો સ્વીકાર ત્યારે કરવામા નહોતો આવ્યો.

આ વાતને લઇને જ રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસનાં દિગ્ગજનેતાઓને આડકતરો ઠપકો આપતા હોય તેમ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે કોંગ્રેસનાં સિનીયર નેતા 49 વર્ષનાંં નેતાને મનાવવા એક મહિનાથી કોશિશ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે CWCએ કોઇ પણ પ્રકારની રાહ જોયા વિના પહેલા કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરવા જોઇએ. રાહુલ દ્રારા એ પણ સ્પષ્ટ પણે જાહેર કરી દેવામા આવ્યું છે કે નવા પ્રમુખની પસંદગીમાં રાહુલ ગાંધીનો કોઇ પણ પ્રકારનો રોલ રહેશે નહી. પોતે કોંગ્રેસનાં એક સામાન્ય સભ્ય હતા અને બની રહેશે. રાહુલ ગાંધી દ્રારા પોતાનાં ટ્વીટર એકાઉન્ટમાંથી કોંગ્રેસ અધ્યક્ષ પણ આ સાથે જ હટાવી દીધું છે. હાલ ટ્વીટર પર તેની પ્રોફામાં ફક્ત સભ્ય કોંગ્રેસ જ દ્રષ્યમાન થાય છે.

motilalvora 90 વર્ષીય મોતીલાલ વોરા હોઈ શકે છે કોંગ્રેસનાં વચ્ચગાળાનાં "રાષ્ટ્રીય અધ્યક્ષ"

લોકસભાની ચૂંટણીઓ પછી રાહુલ ગાંધી દ્રારા આપવામા આવેલા રાજીનામા બાદની મૂંઝવણ અને અટકળોની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી દ્રારા તે જ સમયે CWC અને કોંગ્રેસ પક્ષને સૂચવ્યું હતું કે નવા પ્રમુખને પસંદ કરવા માટે એક કમિટીની રચના કરવી જોઇએ. અને આ રીતે પ્રમુખની વર્ણા થાય તે પક્ષની પ્રક્રિયામાં પણ સામેલ છે. આ મામલે કોંગ્રેસ દ્રારા લાંબા સમયથી કોઇ નિર્ણય ન લેવામાં આવતા રાહુલે આજે પોતાનો વસવસો ઠાલવતા રાજીનામું પબ્લીક ડોમેઇનમાં મુકી કોંગ્રેસનાં સિનીયર નેતાઓને આડકતરી રીતે ફટકાર્યા છે.

રાહુલ ગાંધી દ્રારા કરવામા આવેલા આ પ્રહારથી કોંગ્રેસ સફાળી જાગી હોય તેમ હાલ તો સર્વ પ્રથમ કોંગ્રેસનાં પૂર્ણ કાલીન અધ્યક્ષની વર્ણ કરવામા ન આવે ત્યા સુધી કાર્યકારી કે વચ્ચગાળાનાં અધ્યક્ષની તાબડતોબ વર્ણી કરવામાં આવે તેવું જોવામા આવી રહ્યું છે. હાલ કોંગ્રેસનાં વચ્ચગાળાનાં અધ્યક્ષ તરીકે CWCની નજર કોંગ્રેસનાં પીઢ અને દિગ્ગજ નેતા મોતીલાલ વોરા પર ઠરી હોય તોવી સૂત્રો દ્રારા માહિતી સામે આવી રહી છે. ત્યારે ગણતરીનાં દિવસોમાં જ મોતીલાલ વોરા કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામા આવે તેવી પૂર્ણ સંભાવનાં જોવામા આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.