Not Set/ 11 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

અમરનાથ યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ગઇકાલે 11000થી વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં દર્શન કર્યા હતા. તે પહેલા પહેલગામ અને બાલટાલ છાવણી માટે જમ્મુ બેઝ કેમ્પથી 4800 શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રાના બીજા4 દિવસે 11456 શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરવામાં આવ્યા હતા. હજુ સુધી કુલ 19859 શ્રદ્ધાળુઓ દર્શન […]

Top Stories India
dcjsdoi 11 e1562163683105 11 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

અમરનાથ યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ગઇકાલે 11000થી વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં દર્શન કર્યા હતા. તે પહેલા પહેલગામ અને બાલટાલ છાવણી માટે જમ્મુ બેઝ કેમ્પથી 4800 શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરવામાં આવ્યો હતો.

અમરનાથ યાત્રાના બીજા4 દિવસે 11456 શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કરવામાં આવ્યા હતા. હજુ સુધી કુલ 19859 શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. હજુ સુધી દોઢ લાખ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. જમ્મુ કાશ્મીરના પહલગામ બેઝ કેમ્પમાં એક શ્રદ્ધાળુનુ મોત થયુ છે. મેરઠના નિવાસી 65 વર્ષીય કૃષ્ણનુ મોત થયુ છે. શેષનાગમાં અટેકના કારણે તેમનુ મોત થયુ હતુ.

IMG 20190701 101341 11 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે.  દોઢ લાખથી વધુ  શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે.

બાલતાલ કેમ્પથી 14 કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. અમરનાથ યાત્રાની શરૂઆત થયા બાદથી સતત  વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવાર અડચણો આવી રહી છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો.

IMG 20190701 092937 11 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

બીજી બાજુ હજુ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે.

આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રખાયા છે.

IMG 20190701 095245 11 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.