AMARNATH YARTA/ અમરનાથ યાત્રામાં ત્રીજા ગુજરાતી યાત્રીનું મોત, છેલ્લા 14 દિવસમાં કુલ 24ના મોત….

છેલ્લા ઘણા દિવસથી ખુબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી રહી છે, તાજેતરમાં જ એક ગુજરાતી મહિલાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર અમરનાથ યાત્રા દરમ્યાન આ ત્રીજા ગુજરાતીનું યાત્રા દરમ્યાન મોત થયું છે

Top Stories Gujarat Surat
amarnath yatra surat women died

બાબા બર્ફાનીના દર્શન કરવા માટે દરરોજ હજારો લોકો પહોંચી રહ્યા છે. માહિતી અનુસાર, 1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા દ્વારા અત્યાર સુધીમાં 1,87,014 લોકો બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. બીજી તરફ બાબા બરફાનીના દર્શન કરવા માટે દરરોજ 24,445 ભક્તો પહોંચી રહ્યા છે. બાબા અમરનાથના દર્શન કરવા દેશભરમાંથી હજારો લોકો પવિત્ર ગુફામાં પહોંચી રહ્યા છે. એવામાં અમરનાથમાં ગુજરાતી યાત્રિકનું મોત થયું છે. જે મૂળ સુરતના કામરેજના વતની છે.

જો કે એ પણ સાચું છે કે છેલ્લા ઘણા દિવસથી ખુબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી રહી છે, તાજેતરમાં જ એક ગુજરાતી મહિલાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર અમરનાથ યાત્રા દરમ્યાન આ ત્રીજા ગુજરાતીનું યાત્રા દરમ્યાન મોત થયું છે.

અત્યારે અમરનાથ યાત્રા શરુ છે, ત્યારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હજારો ભક્તો ત્યાં ફસાયા છે, આ વચ્ચે સુરતના કામરેજના ઊર્મિલા મોદીનું ભૂસ્ખલન થતા માથામાં પત્થર વાગ્યો હતો. તેમને ઘણી ઈજાઓ પહોચી હતી. ત્યારબાદ તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, આ દરમિયાન જ તેમનું મોત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજા ગુજરાતી અમરનાથ યાત્રીનું મૃત્યું થયું છે. આ વર્ષની અમરનાથ યાત્રા પર આ મહિલાના મૃત્યુ સહિત અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. આ પહેલા પવિત્ર ગુફાઓ તરફ જતી વખતે વધુ 5 તીર્થયાત્રીઓના મોત થયા હતા. મૃતકોમાં એક સાધુનો પણ સમાવેશ થાય છે અને મોટાભાગના મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયા હતા. પહલગામ રૂટ પર ચાર મૃત્યુ થયા હતા, જ્યારે એક બાલતાલ રૂટ પર નોંધાયો હતો.

આ પણ વાંચો:IPS Transfer/ગંજીફો ચીપાયોઃ ગુજરાતમાં પાંચ આઇપીએસ, 22 પીઆઇ અને 63 પીએસઆઇની બદલી

આ પણ વાંચો:South Gujarat-Rain/દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદઃ પાવાગઢમાં પગથિયા પરથી નદી વહી

આ પણ વાંચો:Indian Navy-Rafale/પ્રશાંત મહાસાગરમાં ચીનના પ્રભુત્વને પડકારવા ભારતીય નૌકાદળને રાફેલની જરૂર