South Gujarat-Rain/ દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદઃ પાવાગઢમાં પગથિયા પરથી નદી વહી

દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી આવી ગઈ છે. શનિવારે વહેલી સવારથી સુરત જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ સવારના છ થી દસ એમ ચાર કલાકમાં ગુજરાતના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Top Stories Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી South Gujarat-Rain આવી ગઈ છે. શનિવારે વહેલી સવારથી સુરત જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ સવારના છ થી દસ એમ ચાર કલાકમાં ગુજરાતના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે 109 તાલુકામાં નોંધાયો હતો. જ્યારે પંચમહાલમાં ભારે વરસાદ પડતા પાવાગઢમાં જાણે પગથિયા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આજના વરસાદની વાત કરીએ તો સુરતના ઉમરપાડા અને બારડોલીમાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે કામરેજ અને માંડવીમાં અડઘા ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો વરસાદ
ગઈકાલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે South Gujarat-Rain વરસાદ પડ્યો હતો. તેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં પડ્યો હતો. કેશોદમાં છ ઈંચ, માણા વદર અને મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, વિસાવદરમાં ત્રણ ઈંચ, વંથલીમાં બે ઈંચ, ભેસાણ, જુનાગઠ સિટી, માળિયા, માંગરોળમાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.
બીજા તાલુકાઓની વાત કરીએ તો સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ, સુરત, ગણદેવી, વાગ્રા, અને વાપીમાં ત્રણ ઈંચથી વધારે વસાદ નોંધાયો છે. નવસારી, ભરૂચ, સુત્રાપાડા, ધોરાજી, તિલકવાડા, પારડી, ઉમેરપાડા, કપરાડામાં બે ઈંચથી વધારે વરસાદ છે. જ્યારે 23 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ છે. ગઈકાલે ગુજરાતના કુલ 109 તાલુકમાં વરસાદ નોંધાયો હતો.

પંચમહાલમાં વરસાદી માહોલ
છેલ્લા થોડાં સમયથી રાજ્યમાં વરસાદે South Gujarat-Rain થોડો વિરામ લીધો હતો, પરંતુ શુક્રવારે મોડી સાંજે પંચમહાલ પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. મોડી સાંજે પડેલા વરસાદના કારણે પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવાના પગથિયા પર જાણે નદી વહેતી હોવાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે રોપ વે સેવા બંધ કરવામાં આવી હતી. રોપ વે સેવા બંધ હોવાથી ભક્તો પગથિયાં મારફતે નીચે ઉતર્યા હતા. પગથિયા ઉપર વહેતા પાણીમાં મુશ્કેલી વચ્ચે પણ લોકોને નીચે ઉતરવાની મજા પડી હતી. વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી વહેતી હોય એવો નઝારો જોવા મળ્યો હતો. જોકે વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી વહેતી હોય એવો નઝારો જોવાયો હતો. તેમજ રોપ વે સેવા બંધ હોવાથી ભક્તો પગથિયાં મારફતે નીચે ઉતર્યા હતા જેઓને પગથિયાં ઉપર વહેતાં પાણીમાં તકલીફ વચ્ચે મોજ પણ પડી ગઈ હતી.

 

આ પણ વાંચોઃ Duplicate Marksheet Scam\/ નાપાસ યુવાનોની માર્કશીટમાં સુધારો કરવાનો ગોરખધંધો બે યુવાનોને ભારે પડ્યો

આ પણ વાંચોઃ Indian Navy-Rafale/ પ્રશાંત મહાસાગરમાં ચીનના પ્રભુત્વને પડકારવા ભારતીય નૌકાદળને રાફેલની જરૂર

આ પણ વાંચોઃ PM Modi-UAE/ PM મોદીનું યુએઈમાં આગમનઃ ઊર્જા સુરક્ષા અને આર્થિક ભાગીદારીને પ્રાધાન્ય

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય રહેશે વરસાદ