Duplicate Marksheet Scam\/ નાપાસ યુવાનોની માર્કશીટમાં સુધારો કરવાનો ગોરખધંધો બે યુવાનોને ભારે પડ્યો

નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ હોય તે સારી વાત છે, પરંતુ તેના માટે ગોરખધંધો કરીને તેને કમાણીનું માધ્યમ બનાવવું ખોટું છે. બેચરાજીમાં બે યુવાનોને સહાનુભૂતિ કમ ગોરખધંધાનો કારોબાર ભારે પડી ગયો હતો. તેઓ દુકાન ભાડે રાખીને ધોરણ 10-12, ITI અને ડિપ્લોમામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાયા છે.

Top Stories Breaking News
Duplicate Marksheet Scam નાપાસ યુવાનોની માર્કશીટમાં સુધારો કરવાનો ગોરખધંધો બે યુવાનોને ભારે પડ્યો

મહેસાણાઃ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે Duplicate Marksheet સહાનુભૂતિ હોય તે સારી વાત છે, પરંતુ તેના માટે ગોરખધંધો કરીને તેને કમાણીનું માધ્યમ બનાવવું ખોટું છે. બેચરાજીમાં બે યુવાનોને સહાનુભૂતિ કમ ગોરખધંધાનો કારોબાર ભારે પડી ગયો હતો. તેઓ દુકાન ભાડે રાખીને ધોરણ 10-12, ITI અને ડિપ્લોમામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટમાં સુધારો કરી આપી ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં ઝડપાયા છે.

આ બંને યુવકોએ છેલ્લા બે મહિનામાં 50થી વધુ Duplicate Marksheet વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ બનાવી આપી છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, કેટલાક વિદ્યાર્થીઓ નકલી માર્કશીટને આધારે અલગ અલગ કંપનીમાં નોકરીએ પણ લાગી ગયાં છે. મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં અંબિકા ઝેરોક્સ નામની દુકાનમાં કેટલાક ઈસમો નકલી માર્કશીટ બનાવવાનું કામ કરતા હોવાની મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી.

આ બાતમીને આધારે પોલીસે દુકાનમાં તપાસ દરમિયાન Duplicate Marksheet કોમ્પ્યુટરમાંથી ઓરિજિનલ માર્કશીટ મૂકી હતી, જેને એડિટિંગ કરી અન્ય વિદ્યાર્થીઓનાં નામો એડ કરી તેમને 1500 રૂપિયામાં નકલી માર્કશીટ આપવામાં આવતી હોવાની સામે આવ્યું છે. શંખલપુરમાં રહેતો કુલદીપ પરમાર પોતાના કોમ્પ્યુટરમાં એક ફોલ્ડરમાં ઓરિજિનલ ધોરણ 10, ધોરણ 12, ITI, ડિપ્લોમાં સુધીની Duplicate Marksheet માર્કશીટ રાખતો અને જે વિદ્યાર્થીઓને માર્કશીટ ના હોય તેમને અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનાં નામ ઓરિજિનલ માર્કશીટમાં એડ કરી વેચતો હતો. પોલીસ-તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલદીપે બે માસમાં 50થી વધુ વિદ્યાર્થીને ધોરણ 10થી માંડી આઇટીઆઇ સુધીની નકલી માર્કશીટ બનાવી આપી છે. આ કામના બદલે તે 1500 રૂપિયા ચાર્જ પણ લેતો હતો.

 

આ પણ વાંચોઃ Indian Navy-Rafale/ પ્રશાંત મહાસાગરમાં ચીનના પ્રભુત્વને પડકારવા ભારતીય નૌકાદળને રાફેલની જરૂર

આ પણ વાંચોઃ PM Modi-UAE/ PM મોદીનું યુએઈમાં આગમનઃ ઊર્જા સુરક્ષા અને આર્થિક ભાગીદારીને પ્રાધાન્ય

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો

આ પણ વાંચોઃ CM-Bhupendrapatel Birthday/ સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય રહેશે વરસાદ