CM-Bhupendrapatel Birthday/ સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે તેમના જન્મ દિવસ અવસરે સવારે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર માં સીમંધર સ્વામી અને અન્ય દેવી દેવતાઓ ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાની દિનચર્યાનો પ્રારંભ કર્યો હતો.

Top Stories Gujarat
CM Birthday સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે તેમના CM Bhupendra patel-Trimandir જન્મ દિવસ અવસરે સવારે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર માં સીમંધર સ્વામી અને અન્ય દેવી દેવતાઓ ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાની દિનચર્યાનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સૌ ના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવા સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી વાંછના આ વેળાએ કરી હતી.

CM Birthday 1 સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે

જુલાઈના બીજા સપ્તાહનો શનિવાર એ સરકારી CM Bhupendra patel-Trimandir કામકાજનો ચાલુ દિવસ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દિવસે પણ મુખ્યમંત્રી કાર્યલાયમાં પૂર્વનિર્ધારિત સરકારી કામકાજ, વહિવટી અધિકારીઓ સાથેની બેઠકો માટે હાજર રહેશે. એક રીતે વર્તમાન ચાલુ સપ્તાહે છ એ છ દિવસ સ્વર્ણિમ સંકુલ-1માં આવેલા કાર્યલાયે મુખ્યમંત્રીની હાજરી રહી છે.

CM Birthday 3 1 સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે

ભાજપના કાર્યકરોએ શનિવારે લપકામણ, લીલાપુર ગામ CM Bhupendra patel-Trimandir અને ખોડિયાર ગામમાં નોટબૂક અને ફૂડપેકેટ વિતરણ કરશે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓને ફળોનું વિતરણ, તેમના સગાઓને નિશુલ્ક ભોજન કરાવાશે. નજીકની મુક બધીર કે.એસ. ઢેઢીયા સ્કૂલ અને હાઈવે પર ભીક્ષા માંગતા બાળકોની સિગ્નલ સ્કૂલમાં બાળકોને સ્લિપર અને ફ્રુટનું વિતરણ થશે.

ઘાટલોડિયાની 103 આંગણવાડીમાં ફ્રૂટ વહેંચાશે. વૃધ્ધાશ્રામોના CM Bhupendra patel-Trimandir વડીલ વૃંદને ભોજન, વસ્ત્રાપુર અંધજનમંડળમાં ભોજન, થલતેજ સાંઈ મંદિરે ભોજનનું પણ આયોજન થયુ છે. સાંજે મેમનગર ગુરૂકુળ સ્વામિનારાણ મંદિરે મહાઆરતી થશે. તદ્ઉપરાંત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તરફથી ઘાટલોડિયાના 13 આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય કેમ્પ અને થલતેજમાં ટીપી- 53ની પાણીની ટાંકી પાસે 20 હજાર વૃક્ષોના વાવેતરનું પણ આયોજન કરાયુ છે.

 

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય રહેશે વરસાદ

આ પણ વાંચોઃ India Win/ અશ્વિન સામે પાણી ભરતા વિન્ડીઝ બેટ્સમેનોઃ પ્રથમ ટેસ્ટ ભારત એક ઇનિંગ્સ અને 141 રને જીત્યું

આ પણ વાંચોઃ PM Visit/ ફ્રાંસથી પરત ફર્યા બાદ આજે PM મોદી UAEની કરશે મુલાકાત

આ પણ વાંચોઃ ભાવ વધારો/ ચોમાસાની આફત વચ્ચે હિમાચલ સરકારે લોકોને આપ્યો મોટો આંચકો,વેટમાં વધારો કરતા હવે ડીઝલ 3 મોંઘુ મળશે

આ પણ વાંચોઃ ASIAN GAMES/ એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીતની કેપ્ટન્સીમાં પ્રથમ વખત ભાગ લેશે