India Win/ અશ્વિન સામે પાણી ભરતા વિન્ડીઝ બેટ્સમેનોઃ પ્રથમ ટેસ્ટ ભારત એક ઇનિંગ્સ અને 141 રને જીત્યું

અશ્વિન સામે વિન્ડીઝના બેટ્સમેનો રીતસરના પાણીમાં બેસી જતાં ભારતે પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ અને 141 રને જીતી લીધી હતી. અશ્વિને ફક્ત 71 રન આપી સાત વિકેટ ઝડપતા ભારતે આપેલી 271 રનની લીડના જવાબમાં વિન્ડીઝની ટીમ 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Top Stories Sports
India win Ashwin અશ્વિન સામે પાણી ભરતા વિન્ડીઝ બેટ્સમેનોઃ પ્રથમ ટેસ્ટ ભારત એક ઇનિંગ્સ અને 141 રને જીત્યું

અશ્વિન સામે વિન્ડીઝના બેટ્સમેનો રીતસરના India Win પાણીમાં બેસી જતાં ભારતે પ્રથમ ટેસ્ટ એક ઇનિંગ અને 141 રને જીતી લીધી હતી. અશ્વિને ફક્ત 71 રન આપી સાત વિકેટ ઝડપતા ભારતે આપેલી 271 રનની લીડના જવાબમાં વિન્ડીઝની ટીમ 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અશ્વિને કારકિર્દીમાં 34મી વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી અને આઠમી વખત એક જ ટેસ્ટમાં દસ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. અશ્વિનની જબરજસ્ત બોલિંગ હતી પરંતુ ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારનારા યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. ભારતનો વેસ્ટઇન્ડીઝ સામે આ 23મો ટેસ્ટ વિજય હતો.

ભારત અને વેસ્ઈન્ડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ India Win ત્રીજા જ દિવસે પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડીઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવીને 2023-25 WTC સાઇકલનો શાનદાર જીતથી પ્રારંભ કર્યો છે. આ ટેસ્ટ મેચમાં અશ્વિને કુલ 12 વિકેટ ઝડપી છે. તેણે પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. તેણે વિદેશમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.

અગાઉ ભારતે પહેલી ઇનિંગ 421 રન અને 5 વિકેટે India Win ડિક્લેર કરી હતી. ત્યારે ભારતે 271 રનની લીડ મેળવી હતી. જેના જવાબમાં કેરિબિયન્સ બીજી ઇનિંગમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ રવિચંદ્રન અશ્વિને 7 વિકેટ ઝડપી હતી. જ્યારે રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડીઝ તરફથી એલિક એથેનાઝે 28 રન અને જેસન હોલ્ડરે 20* રન બનાવ્યા હતા.
યશસ્વી જયવાલ અને રોહિત શર્માએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 76 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 76 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ટેસ્ટ કારકિર્દીની 29મી India Win અડધી સદી ફટકારી છે. યશસ્વી જયસ્વાલ 171 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા 103 અને શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયા હતા અને રહાણેએ 3 રન બનાવ્યા હતા. ઈશાન કિશન (1) અને રવીન્દ્ર જાડેજા (37) અણનમ પરત ફર્યા હતા. વેસ્ટઈન્ડીઝ તરફથી ડેબ્યુટન્ટ્સ એલિક એથેનાઝ, જોમેલ વોરિકન, અલ્ઝારી જોસેફ અને કેમર રોચે એક-એક વિકેટ મેળવી હતી.
યશસ્વી જયસ્વાલ પ્રથમ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર India Win ત્રીજો ભારતીય બન્યો. તે 171 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા શિખર ધવન (187 રન) અને રોહિત શર્મા (177 રન) એ ડેબ્યુ મેચમાં જયસ્વાલ કરતાં વધુ રન બનાવ્યા હતા. જયસ્વાલે શ્રેયસ ઐયર (170 રન)નો સ્કોર પાછળ છોડી દીધો.

 

આ પણ વાંચોઃ PM Visit/ ફ્રાંસથી પરત ફર્યા બાદ આજે PM મોદી UAEની કરશે મુલાકાત

આ પણ વાંચોઃ ભાવ વધારો/ ચોમાસાની આફત વચ્ચે હિમાચલ સરકારે લોકોને આપ્યો મોટો આંચકો,વેટમાં વધારો કરતા હવે ડીઝલ 3 મોંઘુ મળશે

આ પણ વાંચોઃ ASIAN GAMES/ એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીતની કેપ્ટન્સીમાં પ્રથમ વખત ભાગ લેશે

આ પણ વાંચોઃ Indonesia/ વિદેશ મંત્રી એસ જયશંકરે જકાર્તામાં ચીની રાજદ્વારી વાંગ યી સાથે કરી મુલાકાત,સરહદ વિવાદ પર થઈ ચર્ચા

આ પણ વાંચોઃ High Court/ મદ્રાસ હાઈકોર્ટમાંથી DMK સરકારના જેલમાં બંધ મંત્રી સેંથિલ બાલાજીને મોટો ઝટકો,ED કસ્ટડી યથાવત