Not Set/ મારા કાર્યકાળમાં પાકિસ્તાને જૈશની મદદથી ભારત પર કર્યા હુમલા: પરવેઝ મુશર્રફ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પોતાના જ દેશની પોલ ખોલી દીધી છે. બુધવારે, એક પાકિસ્તાની પત્રકાર સાથે વાતચીત કરતા પરવેઝ મુશર્રફએ ખુલાસો કર્યો કે પાકિસ્તાન અને ભારત પર હુમલો કરવા માટે જૈશ-એ-મોહમ્મદનો ઘણી વખત ઉપયોગ કર્યો છે. મુશર્રફે કહ્યું, ‘મારા કાર્યકાળમાં પાકિસ્તાનની ખુફિયા એજન્સીએ ભારત પર હુમલાને અંજામ આપવા માટે ઘણી વખત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની […]

Top Stories World
ma 3 મારા કાર્યકાળમાં પાકિસ્તાને જૈશની મદદથી ભારત પર કર્યા હુમલા: પરવેઝ મુશર્રફ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પોતાના જ દેશની પોલ ખોલી દીધી છે. બુધવારે, એક પાકિસ્તાની પત્રકાર સાથે વાતચીત કરતા પરવેઝ મુશર્રફએ ખુલાસો કર્યો કે પાકિસ્તાન અને ભારત પર હુમલો કરવા માટે જૈશ-એ-મોહમ્મદનો ઘણી વખત ઉપયોગ કર્યો છે. મુશર્રફે કહ્યું, ‘મારા કાર્યકાળમાં પાકિસ્તાનની ખુફિયા એજન્સીએ ભારત પર હુમલાને અંજામ આપવા માટે ઘણી વખત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મદદ લીધી.

બુધવારે પેરવજ મુશર્રફે પાકિસ્તાનના પત્રકાર નદીમ મલિકથી વાત કરી. જેમાં મુશર્રફ જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહીનું સ્વાગત કયું. મુશર્રફે કહ્યું કે જૈશએ 2003 માં તેમને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. મુશર્રફના મતે, બે વખત તેમની હત્યા કરવાનો પ્રયાસ થયો.

મુશર્રફને જયારે પૂછવામાં આવ્યું કે તેઓ તેમના કાર્યકાળમાં જૈશ પર કાર્યવાહી શા માટે નથી કરી તો પૂર્વ રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો કે તે સમયે પરિસ્થિતિ અલગ હતી. તે દરમિયાન ભારત અને પાકિસ્તાન એક બીજા પર બૉમ્બબારી કરી રહ્યા હતા.

આપને જણાવી દઈએ કે જૈશ-એ-મોહમ્મદે 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરાવ્યો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલા પછી ભારતએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને જૈશના સ્થળોને નષ્ટ કરી દીધા હતા.

આપને જાણવી દઈએ કે આજે (ગુરુવાર) આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અઝહરથી જોડાયેલ એક નવો ઓડિયો જારી કરવામાં આવ્યો છે. આ ઓડિયોમાં આતંકી મસૂદ અઝહરની લખાયેલી સ્ટેમેન્ટેમેન્ટને તેના પ્રવક્તા સૈફુલ્લાહએ વાંચ્યા છે. આ ઓડિયોમાં આતંકી મસૂદ અઝહરની બાજુએ સ્ટેટેમેન્ટની રજૂઆત કરવામાં આવી છે કે ‘આખી દુનિયામાં હાલ મારા મરવાના સમાચાર ચાલી રહ્યા છે. મને ખબર નથી કે આ ઓડિયો તમારા સુધી પહોંચશે કે નહીં, તે સમય સુધી જીવંત રહીશ કે નહિ. ‘