Not Set/ MI-17 હેલિકોપ્ટર ક્રેશ, વાયુસેનાના પાંચ અધિકારીઓ પર થશે કાર્યવાહી

ભારતીય વાયુસેના તેના પોતાના MI 17 હેલિકોપ્ટર પર ફાઇરિંગ કરવા બદલ તેના પાંચ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે. આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીએ પોતાના હેલિકોપ્ટર ઉપર ફાયરિંગ કરવા બદલ દોષી સાબિત થયા છે. બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાનનું લડાકુ વિમાન ભારતમાં પ્રવેશ્યું ત્યારે આ ઘટના બની હતી. પશ્ચિમી એર કમાન્ડના ચીફ એર માર્શલ હરિ […]

Top Stories India
aaaaamap 12 MI-17 હેલિકોપ્ટર ક્રેશ, વાયુસેનાના પાંચ અધિકારીઓ પર થશે કાર્યવાહી

ભારતીય વાયુસેના તેના પોતાના MI 17 હેલિકોપ્ટર પર ફાઇરિંગ કરવા બદલ તેના પાંચ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે. આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીએ પોતાના હેલિકોપ્ટર ઉપર ફાયરિંગ કરવા બદલ દોષી સાબિત થયા છે. બાલાકોટ એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાનનું લડાકુ વિમાન ભારતમાં પ્રવેશ્યું ત્યારે આ ઘટના બની હતી.

પશ્ચિમી એર કમાન્ડના ચીફ એર માર્શલ હરિ કુમાર આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસમાં પાંચ અધિકારીઓ દોષી સાબિત થયા છે અને આગળની કાર્યવાહી માટે રિપોર્ટ ભારતીય વાયુ સેનાના મુખ્ય મથકને મોકલવામાં આવ્યો છે.

દોષિત ઠેરવવામાં આવેલા એક ગ્રૂપ કેપ્ટન, બે વિંગ કમાન્ડર અને બે ફ્લાઇટ લેફ્ટનન્ટ શામેલ છે. 27 ફેબ્રુઆરીની ઘટના બાદ, વાયુસેનાએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને મૃતક કર્મચારીઓના પરિવારજનોને ખાતરી આપી હતી કે તમામ ગુનેગારોને સજા કરવામાં આવશે.

 આપને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના બડગામથી સાત કિલોમીટર દૂર ગારેંડ ગામે એક હેલિકોપ્ટર MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ખેતરમાં પડ્યું હતું અને આગ લાગી હતી. ત્યારે અકસ્માતનું કારણ સ્પષ્ટ નહોતું. આ દુર્ઘટનામાં બે પાઇલટનાં મોત નીપજ્યાં હતાં. આ હેલિકોપ્ટર શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટર જ્યારે તે ક્રેશ થયું હતું ત્યારે તે કાશ્મીરમાં પેટ્રોલિંગ પર હતું.

 જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આ વર્ષે 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો, જેમાં 40 સૈનિકો માર્યા ગયા હતા. આ પછી, 26 ફેબ્રુઆરીએ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને એર સ્ટ્રાઈક કરી હતી. એરફોર્સના પાઇલટ્સે બાલાકોટ સ્થિત આતંકવાદીઓનો અડ્ડો નાશ કર્યો હતો. આ કાર્યવાહીનું નામ હતું “ઓપરેશન મંકી”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.