RBI/ 5,10 અને 100 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ નહીં થાય, RBIની સ્પષ્ટતા બાદ જનતામાં હાશકારો

દેશભરમાં ત્રણ દિવસથી એ બાબતે જોર પકડ્યું હતું કે ફરી એક વખત નોટ બંધી થવા જઈ રહી છે અને જૂની ચલણી નોટો બંધ થવા જઈ રહી છે. ખાસ કરીને 5,10 અને 100 રૂપિયાની જૂની નોટો ચાલશે નહીં

Top Stories
1

દેશભરમાં ત્રણ દિવસથી એ બાબતે જોર પકડ્યું હતું કે ફરી એક વખત નોટ બંધી થવા જઈ રહી છે અને જૂની ચલણી નોટો બંધ થવા જઈ રહી છે. ખાસ કરીને 5,10 અને 100 રૂપિયાની જૂની નોટો ચાલશે નહીં.આ અંગેના સમાચારો વહેતા થતાં જ સામાન્ય જનતાની ચિંતામાં વધારો થયો હતો તેની વચ્ચે આરબીઆઇએ સ્પષ્ટતા કર્યા બાદ જાહેર જનતાએ હાશકારો અનુભવ્યો છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ એવા દાવાઓને નકારી કાઢ્યા છે કે જેમાં  આરબીઆઈએ કહ્યું, “સમાચારોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આગામી દિવસોમાં 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો ચાલશે નહીં.” આ અહેવાલ ખોટો છે.

Corona Vaccine / સ્વદેશી રસી પર અફવા ફેલાવનારા ચેતજો, કડક કાર્યવાહી માટે રાજ્યોને ગૃહ સચિવનનો પત્ર

આ અગાઉ, પણ આ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા હતા. “એક સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, માર્ચ 2021 પછી 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો ચાલશે નહીં. આ દાવો ખોટો છે. આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી નથી.

Political / ભાજપની સેન્સ પ્રક્રિયા બની મુરતિયા પસંદગી પ્રક્રિયા

અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, નોટબંધીમાં 500 અને 1000ની નોટો બંધ થયા પછી આરબીઆઇ અફરા-તફરીને ધ્યાનમાં રાખીને અચાનક જૂની નોટ બંધ કરશે નહીં. આ માટે, બજારમાં ચલણમાં તે મૂલ્યની નવી નોંધ લાવીને જ જૂની નોટ ચલણમાંથી બહાર કરવામાં આવશે. જો કે આ બધા દાવા આરબીઆઈએ નકારી કાઢ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…