movement/ ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજનું રાજ્યમાં ઉગ્ર આંદોલન,દૂધ ઢોળીને કર્યો વિરોધ

માલધારી સમાજ સરકાર સામે મેદાને પડ્યા છે જેના લીધે આજે દૂધ ન ભરવાના નિર્ણય ના લીધે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે

Top Stories Gujarat
6 38 ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજનું રાજ્યમાં ઉગ્ર આંદોલન,દૂધ ઢોળીને કર્યો વિરોધ

રાજ્ય સરકારના ઢોર નિયંત્રણના કાયદાને લઇને રાજયના માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. આ કાયદાને કાળો કાયદો ગણાવીને સમગ્ર ગુજરાતભરમાં એક દિવસ 21 સપ્ટેમ્બર બુધવારે માલધારી સમાજે ડેરીમાં તેમજ ઘરે ઘરે દૂધ ન વેચવું કે આપવું સહિતના નિર્ણયો લેવાતા તેના પડઘા સમગ્ર જિલ્લામાં પડ્યા છે. માલધારી સમાજ સરકાર સામે મેદાને પડ્યા છે જેના લીધે આજે દૂધ ન ભરવાના નિર્ણય ના લીધે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, દૂધ ન ભરવાના લીધે સુરત,વડોદરા,રાજકોટ,બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. બાળકો,મહિલા અને વૃદ્વ લોકોને દૂધ ન મળતું હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોટલ,ચાની કિટલીઓ પણ દૂધ ન મળતું હોવાથી બંધ રાખી છે. સરકાર સામે બાથ ભીડનાર માલધારી સમાજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, રાજકોટમાં તો દૂધને ઢોળી દેવાની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે માલધારી સમાજે દૂધ ડેરી કે અન્ય દૂધ એજન્સી અને વારામાં પણ દૂધ નહીં ભરવાનો નિર્ણય કરાયો હતો. ઢોર નિયંત્રણના કાયદાને લઇને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 21 સપ્ટેમ્બરને બુધવારે માલધારી સમાજની ચાની કીટલી, ચાની હોટલો પણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.વડોદરામાં તો શ્વાનને દૂધ પીવડાવવાના સમાચતાર સામે આવી રહ્યા છે.

માલધારી સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સરકારને એલ્ટીમેટમ આપ્યું છે, પરતું આ રીતે દૂધનો વ્યાય બંધ કરી દેવું કેટલું યોગ્ય છે. આના કારણે પ્રજા મુશ્કેલીમાં મુકાઇ છે.