હવામાન વિભાગ/ રાજય માં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

અનેક શહેરોમાં માં વરસાદ ખાબક્યો છે તો અમુક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે .વરસાદ આવતા લોકો ને કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવે છે .

Gujarat Others
Untitled 158 રાજય માં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજય માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . અનેક શહેરોમાં માં વરસાદ ખાબક્યો છે તો અમુક શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે .વરસાદ આવતા લોકો ને કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવે છે .રાજય માં  હવામાન વિભાગ ના  જણાવ્યા અનુસાર 3 જુલાઈના રોજ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાના કારણે વરસાદ અને વાતાવરણમાં તેની અસર વર્તાશે. દક્ષિણ ગુજરાતમાં અમે તેમાં પણ વલસાડ નવસારી બારડોલી આસપાસના શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ આણંદ ખંભાત બરોડામાં આગામી પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 25 અને 26 તારીખે મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદ ને લીધે અમુક જગ્યાએ રસ્તાઓ ધોવાઇ ગયા તો અમુક જગ્યા એ પુલો તૂટી ગયા છે. જેર્મને લીધે અનેક જગ્યા એ ભારે તબાહી સર્જાતી જોવા મળી રહી છે .દક્ષિણ ગુજરાતનાં નવસારી, સુરત અને ઉંમરગાંવ, ડાંગ જિલ્લાઓ પહેલાથી જ ભારે વરસાદનાં કારણે પરેશાન છે. અહીં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. અનેક રસ્તાઓ બંધ છે. તેવામાં હવે મેઘરાજા ખમૈયા કરે તેવું નાગરિકો ઇચ્છી રહ્યા છે. જો કે તેમના માટે હજી પણ કોઇ રાહતના સમાચાર નથી. આગામી પાંચ દિવસ હજી પણ તેમના માટે ભારે રહેવાનાં છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે .