Not Set/ નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં લાગી આગ, 4 લોકોનાં મોત થતા PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દેશમાં સતત કોરોના મહામારી વાયુવેગ ફેલાઈ રહી છે. ત્યારે આવામાં આ મહામારીમાં તૈયાર કરવામાં આવેલી કોવિદ હોસ્પિટલમાં સતત આગ લાગવાનો સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે.

Top Stories
A 123 નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં લાગી આગ, 4 લોકોનાં મોત થતા PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દેશમાં સતત કોરોના મહામારી વાયુવેગ ફેલાઈ રહી છે. ત્યારે આવામાં આ મહામારીમાં તૈયાર કરવામાં આવેલી કોવિદ હોસ્પિટલમાં સતત આગ લાગવાનો સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે. ગત રાત્રે મહારાષ્ટ્રના નાગપુરની ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.જયારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું ટ્વીટ

આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાત્રે 8:10 વાગ્યે શહેરના વાડી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં આગ લાગી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાગપુરની ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે નાગપુરની હોસ્પિટલમાં લાગેલી આગથી હું દુ:ખી છું. આ સાથે જ પીએમ મોદીએ ઈજાગ્રસ્તોને વહેલી તકે સ્વસ્થ થવાની કામના પણ કરી છે.

આ પણ વાંચો :લ્યો બોલો! યુપીના શામલીમાં 3 મહિલાને કોરોના ને બદલે હડકવાની રસી અપાઈ

અમિત શાહે કર્યું ટ્વીટ 

આ સાથે જ ગૃહ પ્રધાન અમિત શાહે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું કે નાગપુરની એક હોસ્પિટલમાં આગ લાગવાના સમાચારથી હું ખૂબ જ દુ:ખી છું. દુ:ખની આ ઘડીમાં, હું મૃતકોના સંબંધીઓ પ્રત્યે ખૂબ ગમ સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો માટે જલ્દી સ્વસ્થ રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય ફાયર ઓફિસર રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, આગ હોસ્પિટલના બીજા માળે આવેલા આઈસીયુના એસી યુનિટથી શરૂ થઈ હતી. આગ બીજા માળે સીમિત રહી અને આગળ ફેલાઈ ન હતી. ”

આ પણ વાંચો :42 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયા 4541 નવા કેસ

તેમણે કહ્યું કે, તે કોઈ કોવિડ હોસ્પિટલ છે. આ ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં અને કેટલાક લોકો ઘાયલ થયા. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાજેન્દ્રએ કહ્યું, “આગ લાગવાના સમયે બીજા માળે 10 દર્દીઓ હતા. આગ પછી છ દર્દીઓ સ્વયંભૂ બહાર નીકળી ગયા હતા, જ્યારે ચાર દર્દીઓને અગ્નિશામકોએ બચાવ્યા હતા. “

આ પણ વાંચો : કોરોનાએ કાતરી ખાધું બેન્ડ, ડીજે, અને બગ્ગી વાળાનું ખિસ્સું