Not Set/ કઠુઆ ગેંગરેપ કેસ : BJPના મંત્રીઓએ તોડી ચુપકીદી, મેનકા ગાંધીએ કહ્યું, “બાળકોના રેપના આરોપીને મળે ફાંસી”

દિલ્લી, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકીના ગેંગરેપ અને હત્યાની ઘટનાએ લઇ વધુ એકવાર આપનો દેશ શરમની લાગણી અનુભવી રહ્યો છે. આ ઘટનાને લઇ દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે તેમજ આ નરાધમોએ સખ્ત સજા ફટકારવામાં માંગ કરવામાં આવી રહી છે. આ ચકચારી ઘટનાને લઇ સોશિયલ મીડિયામાં પણ લોકોનો ગુસ્સો ફૂટ્યા બાદ છેલ્લા […]

Top Stories India
FDGGGZ કઠુઆ ગેંગરેપ કેસ : BJPના મંત્રીઓએ તોડી ચુપકીદી, મેનકા ગાંધીએ કહ્યું, "બાળકોના રેપના આરોપીને મળે ફાંસી"

દિલ્લી,

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકીના ગેંગરેપ અને હત્યાની ઘટનાએ લઇ વધુ એકવાર આપનો દેશ શરમની લાગણી અનુભવી રહ્યો છે. આ ઘટનાને લઇ દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે તેમજ આ નરાધમોએ સખ્ત સજા ફટકારવામાં માંગ કરવામાં આવી રહી છે.

આ ચકચારી ઘટનાને લઇ સોશિયલ મીડિયામાં પણ લોકોનો ગુસ્સો ફૂટ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી ચૂપકીદી સેવી રહેલા ભાજપના નેતાઓએ પોતાનું મૌન તોડ્યું છે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પ્રથમવાર આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું, “હું કઠુઆ અને હાલના રેપના મામલાઓ જાણીને ખુબ ડિસ્ટર્બ થઇ ગઈ છું. હું અને મંત્રાલય મળીને પોસ્કો એક્ટમાં સંશોધન કરવા માટે પ્રસ્તાવ રાખવામાં આવશે. જે અંતર્ગત ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોરેપના મામલામાં મોતની સજાનું પ્રાવધાન કરવામાં આવે”.

જયારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ કહ્યું, “કાયદાકીય એજન્સીઓ અને સરકાર આ મામલે જરૂરી કાર્યવાહી કરી રહી છે. એક મહિલા હોવાના નાતે હું જણાવી રહી છું કે, પીડિતા પર લાંછન ન લગાવવામાં આવે”.

બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ જણાવ્યું, “કઠુઆમાં જે થયું છે તે અમારા સમાજ માટે એક કલંક છે. અમે આટલા અમાનવીય કેવી રીતે હોઈ શકીએ છીએ. આરોપીઓને પકડવા માટે સમય લાગી રહ્યો છે પરંતુ તેઓ જાણે જ છે કે આ આરોપીઓ કોણ છે અને ક્યાં છે. તમે અત્યારે પણ કાયદાકીય પ્રક્રિયાઓ ચલાવવા માટે સક્ષમ નથી.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈધે પણ ૮ વર્ષની બાળકીને ન્યાય મળવાની આશા જતાવી છે. તેઓએ કહ્યું, ” આ એક અમાનવીય ઘટના છે, આનાથી ખરાબ કઈ જ હોઈ શકતું નથી. આ મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની ટીમ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, આશા છે ન્યાય મળશે”.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ૮ વર્ષની બાળકી સાથે ૧૦ જાન્યુઆરીના રોજ નરાધમોએ ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ આ માસુમ છોકરીની હત્યા પણ કરી હતી. આ ધટનામાં જમ્મુ-કાશ્મીરના જ બે પોલીસ અધિકારીઓ પણ શામેલ હતા. જો કે ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વર્તમાન બીજેપી-PDP સરકાર દ્વારા આ આરોપીઓને બચાવવા માટે એક સમર્થન રેલી કાઢી હતી તેમજ બચાવવા માટેના તમામ પ્રયાસો પણ કર્યા હતા.