Not Set/ દક્ષિણ ગુજરાત પર મેઘો ઓળઘોળ, હજુ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16.68 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાત આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ […]

Top Stories Gujarat Surat Others Trending
Cloud cover over south Gujarat, still heavy rain forecast

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16.68 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાત આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડશે. જયારે તા. 10 અને 11 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાનમાં ભારે વરસાદના કારણે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 16.68 ટકા વરસાદ સરકારી દફતરે નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 18 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તેની માહિતી અત્રે પ્રસ્તુત છે.

દક્ષિણ ગુજરાતમાં 28.69 ટકા વરસાદ, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 14.18 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 10.76 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સરેરાશ 7.97 ટકા વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લાના 22 ગામો એલર્ટ કરાયા

નવસારી જિલ્લામાં મેઘરાજાની મહેર વરસી રહી છે. જેના કારણે ખેતીલાયક સારો વરસાદ થયો છે. જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા ગણદેવી તાલુકામાં નદી કિનારાના 22 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતાં. જિલ્લામાંથી પસાર થતી અંબિકા, કાવેરી, પૂર્ણા, ખરેરા નદી બે કાંઠે વહી રહી છે.

ગણદેવી નજીક ધમડાછાનાં ડુબાવ પુલ પાસે અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જ્યારે સોનવાડી અંબિકા નદીનું જળસ્તર વધી ગયું હતું. તેમજ અંબિકા નદી પર આવેલા દેવધા ડેમ છલકાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને લઇને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવાની ભીતિને અનુલક્ષીને જિલ્લા કલેકટર દ્વારા ગણદેવી મામલતદારને સૂચના આપી એલર્ટ રહેવા જણાવાયું હતું.

ડાંગ જિલ્લામાં વરસાદના આંકડા 

ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ પાડ્યો છે. જેના કારણે જિલ્લામાં ચાર ઈંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સરકારી તંત્રના આંકડા મુજબ જિલ્લાના આહવામાં 175 મિમી વરસાદ, વઘઇમાં 219 મિમી વરસાદ, સાપુતારામાં 126 મિમી વરસાદ, સુબિરમાં 260 મિમી વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં મેઘમહેર

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. ઉમરગામમાં 24 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

વલસાડમાં 4 ઈંચ, પારડીમાં 3 ઈંચ, વાપીમાં 3 ઈંચ, ઉમરગામમાં 7.3 ઈંચ, ધરમપુરમાં 7 ઈંચ, કપરાડામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.