દેશભરમાં આજે ખુશી અને આપસી ભાઈચારના તહેરવાર ઇદની ઉજવણી કરવામાં આવી રહી છે. નમાજ માટે મસ્જિદોને સજાવવામાં આવી છે. મુસ્લીમ સમુદાયના લોકોને અલગ-અલગ મસ્જિદો, દરગાહોમા પહોંચીને નમાજ અદા કરી રહ્યા છે. તમને જણાવી ઇદ પહેલા શુક્રવારે ઊજવવાની હતી પરંતુ ચાંદ ન દેખાવાને કારણે હવે શનિવારે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે.
ઇદના આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોબિંદએ ટ્વિટ કરીને ઈદની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશના લોકોને ઇદની શુભેચ્છાઓ પાઠવી.
તેમણે ટ્વિટમાં લખ્યું, “આ દિવસ સમાજમાં એકતા અને શાંતિ લઇને આવે.”સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઇદ-અલ-ફિતુરની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને સમાજમાં ભાઈચારો અને પરસ્પર સમજદારી વધે તેવી શુભકામના કરી.
ઇદના આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ઈશ્વર તમામને શાંતિ, ખુશીઓ, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રબાબુ નાયુડુએ ગાંધી નગર સ્ટેડીયમ ખાતે નમાજ અદા કરી.