Not Set/ 18 હજાર ફૂટ ઉપર સિયાચીનમાં બરફ નીચે દબાઈ જતા 6 જવાનોના મોત

સિયાચીન સલતોરો રીજ વિસ્તારમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના 6 જવાન શહીદ થયા છે અને 2 પોર્ટરનાં મોત થયા છે. આ જવાનો ડોગરા રેજીમેન્ટના હતા.આર્મીના સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે 3 વાગે 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકી તબાહ થઈ ગઈ હતી. માર્યા ગયેલા જવાનો એક પોસ્ટથી બીજી પોસ્ટ તરફ જઈ […]

Top Stories India
Untitled 4 18 હજાર ફૂટ ઉપર સિયાચીનમાં બરફ નીચે દબાઈ જતા 6 જવાનોના મોત

સિયાચીન સલતોરો રીજ વિસ્તારમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના 6 જવાન શહીદ થયા છે અને 2 પોર્ટરનાં મોત થયા છે. આ જવાનો ડોગરા રેજીમેન્ટના હતા.આર્મીના સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે 3 વાગે 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન થતાં આર્મીની કેટલીક ચોકી તબાહ થઈ ગઈ હતી. માર્યા ગયેલા જવાનો એક પોસ્ટથી બીજી પોસ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.હિમસ્ખલન થયું ત્યારે 8 જવાનોની એક ટુકડી ચોકી માટે નીકળી હતી.

પેટ્રોલિંગમાં ગયેલા જવાનો ચોકી પર બીમાર પડેલા એક જવાનને લેવા માટે ગયા હતા ત્યારે જ હિમસ્ખલન થતાં તમામ જવાનો બરફમાં દબાઈ ગયા હતા.

જવાનોને બચાવવા માટે હેલિકોપ્ટરથી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું પણ બરફની નીચેથી તેમના મૃતદેહો જ મળ્યા હતા.સેનાનાં સૂત્રોના હવાલેથી જણાવામાં આવી રહ્યું છે કે, આશરે 18,000 ફૂટની ઉંચાઇએ આવેલા હિમપ્રપાતથી સૈન્યની કેટલીક ચોકીઓનો નાશ થયો છે. સિયાચીન, વિશ્વના સૌથી ઉંચા અને સૌથી ઠંડા યુદ્ધના મેદાનનો પ્રદેશ છે અને આ ભૂમી માટે ભારત અને પાકિસ્તાને 1984 થી યુદ્ધ કરતા આવ્યા છે. ખરાબ હવામાનને કારણે બનેં દેશોએ પોતાના અનેક સૈનિકો ગુમાવ્યા છે.

ફેબ્રુઆરી 2016 માં, ભારે હિમપ્રપાતને કારણે 10 જેટલા સૈનિકો બરફમાં દટાયને માર્યા ગયા હતા. લાન્સ નાઈક હનમંથાપ્પા કોપરને આશરે 25 ફૂટ બરફની નીચેથી બહાર કઢવામાં આવ્યા હતા અને તેઓ ત્યાર બાદ છ દિવસ જીવ્યા પછી દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. કોપર એવા દસ સૈનિકોમાં સામેલ હતો જેમણે સોનમ ચોકીની રક્ષા લગભગ 20,500 ફૂટની ઉંચાઇએ કરી હતી અને 3 ફેબ્રુઆરીએ બરફમાં વહી ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.