Not Set/ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ ખરાબ, હજુ પણ છે વેન્ટિલેટર પર : હોસ્પિટલ

  પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત વધુ ખરાબ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આર્મી હોસ્પિટલે જણાવ્યું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ હજી વેન્ટિલેટર પર છે. તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી અને તેમની હાલત વધુ ખરાબ થઇ રહી છે. મંગળવાર બપોરે હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બ્રેનની […]

India
ab5e592bc028c0f0e8012bf1fb381ff9 પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ ખરાબ, હજુ પણ છે વેન્ટિલેટર પર : હોસ્પિટલ
ab5e592bc028c0f0e8012bf1fb381ff9 પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ ખરાબ, હજુ પણ છે વેન્ટિલેટર પર : હોસ્પિટલ 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત વધુ ખરાબ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આર્મી હોસ્પિટલે જણાવ્યું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ હજી વેન્ટિલેટર પર છે. તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી અને તેમની હાલત વધુ ખરાબ થઇ રહી છે.

મંગળવાર બપોરે હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બ્રેનની સર્જરી બાદ મુખર્જીની હાલત ગંભીર છે. આપને જણાવી દઇએ કે, પૂર્વ રાષ્ટ્રપતિ પણ કોરોના વાયરસનાં ચેપથી સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે સોમવારે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. આર્મી હોસ્પિટલમાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બ્રેન ક્લોટનાં કારણે 10 ઓગસ્ટ 2020 નાં રોજ પૂર્વ રાષ્ટ્રપતિની ઇમરજન્સીમાં સર્જરી કરવામાં આવી હતી. તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે. તેઓ હજી વેન્ટિલેટર પર છે.”

જણાવી દઇએ કે, પ્રણવ મુખર્જીનાં મગજમાં એક ગાંઠ હતી, જેને દૂર કરવા માટે તેમનુ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. જણાવી દઈએ કે પ્રણવ મુખર્જીને પણ કોરોનાવાયરસ છે. 84 વર્ષનાં પ્રણવ મુખર્જી દિલ્હીનાં આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલમાં દાખલ છે. 2012 થી 2017 દરમિયાન દેશનાં રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખર્જીએ સર્જરી પહેલા સોમવારે ટ્વીટ કર્યું હતું. છેલ્લા એક અઠવાડિયામાં, તેમણે તેમની સાથે સંપર્કમાં રહેલા લોકોને વિનંતી કરી હતી કે તેઓ પોતાને અલગ કરી દે અને કોરોનાવાયરસનો ટેસ્ટ કરાવી દે,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.