Corona blasts/ મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ પાંચ મિનિટમાં એકનું મોત

રાજ્યમાં 55000 કોરોના સંક્રમણના નવા કેસ નોંધાયા છે

India
hotspot મહારાષ્ટ્રમાં કોરોનાનો વિસ્ફોટ પાંચ મિનિટમાં એકનું મોત

મહારાષ્ટ્રમાં કોરોનાના કહેરે માઝા મુકી છે એ વાત હવે નવી નથી.  મહારાષ્ટ્રની પરિસ્થિતી એટલી બધી ગંભીર બની છે કે સરકારે વીક એન્ડ લોકડાઉન પણ લગાવ્યુ છે. છતા પણ સ્થિતી કંટ્રોલમાં નથી આવી રહી. રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. જેટલા લોકો સાજા થઇને ઘરે જાય છે એનાથી વધારે નવા કેસો નોંધાય છે. સાથે જ મૃત્યુદરમાં પણ વધારો થઇ રહ્યો છે. પરંતુ હવે તો કોરોનાનો વિસ્ફોટ થયો છે. દર પાંચ મિનિટમાં એક વ્યક્તિનું કોરોનાને લઇને મોત થાય છે.

રાજ્યમાં 55000 કોરોના સંક્રમણના નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 297 લોકોના મોત થઇ ગયા છે.  આ રીતે જોઇએ તો કોરોનાથી દર પાંચ મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 55469 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. અને 297 લોકોના કોરોનાથી મોત થયા છે.

જ્યારે 34256 લોકો સાજા થયાના પણ આંકડા છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 10030 નવા કેસો નોંધાયા છે. જ્યારે 31 લોકોનું કોરોનામાં મોત થયું છે. મુંબઇમાં કોરોના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કારણે મુંબઇની તમામ ચોપાટી, ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.