Rajasthan/ સુખદેવ સિંહ ગોગામેડી બાદ ભાઈ અજીત સિંહનું પણ નિધન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી બાદ તેમના ભાઈ અજીત સિંહનું પણ નિધન થયું છે.

Top Stories India
WhatsApp Image 2023 12 13 at 1.01.09 PM 1 સુખદેવ સિંહ ગોગામેડી બાદ ભાઈ અજીત સિંહનું પણ નિધન

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી બાદ તેમના ભાઈ અજીત સિંહનું પણ નિધન થયું છે. જ્યારે શૂટરોએ ઘરમાં ઘૂસીને ગોગામેડીને ગોળી મારી હતી, ત્યારે અજીત સિંહ પણ ઘટનાસ્થળે હાજર હતો. જેવા તેણે તેના ભાઈ સુખદેવ સિંહને બચાવવાનો પ્રયાસ કર્યો તો આરોપીઓએ તેના પર પણ ગોળીબાર કર્યો. સુખદેવ સિંહ ગોગામેડીનું તત્કાળ મૃત્યુ થયું હતું, પરંતુ ભાઈ અજીત સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસનો એકમાત્ર સાક્ષી અજીત સિંહ 5 ડિસેમ્બરથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ કેસમાં ગોળીથી ઘાયલ થયેલા ભાઈ અજીત સિંહનું પણ નિધન થયું છે. આ પછી કરણી સેનાના કાર્યકરોએ એસએમએસ હોસ્પિટલના શબઘર બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો. જો કે આ કેસમાં પોલીસે બંને શૂટરોની ધરપકડ કરી લીધી છે.

સુખદેવ સિંહ ગોગામેડીની રાજસ્થાનની રાજધાની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ-રોહિત ગોદારા ગેંગે લીધી હતી. પોલીસે બંને શૂટરો રોહિત રાઠોડ અને નીતિન ફોજીની ધરપકડ કરી લીધી છે.ઉપરાંત એક લેડી ડોન પૂજા સૈની પકડાઈ હતી, જેણે શૂટર્સને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો. આ સાથે અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેણે આ હત્યામાં શૂટરોને મદદ કરી હતી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: