જામનગરમાં રખડતી રંજાડની સમસ્યા વર્ષો જૂની છે. અનેક વખત શહેરમાં રખડતા ઢોરને કારણે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોટી ઉમરના વૃદ્ધથી લઈને નાની ઉંમરના બાળકોને પણ હવે રસ્તે રઝળતા ઢોર અડફેટે લઇ રહ્યા છે. ત્યારે આવામાં રખડતા ઢોરે વધુ એક મહિલા પર ઘાતક હુમલો કર્યો હતો.પોતાના બાળકને ટ્યુશન મુકવા જતી મહિલાને અડફેટે લીધી હતી.હુમલામા મહિલાને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સમગ્ર ધટનાના CCTVફુટેજ સામે આવ્યા છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ નંબર 53માં વિદ્યાબેન ચિરાગભાઈ શેઠિયા નામની એક મહિલા પોતાના પુત્ર સાથે ગલીમાંથી નીકળી રહી હતી. ત્યારે જ સામેથી રખડતું ઢોર આવે છે અને બાળક અને મહિલા પર હુમલો કરી દે છે. મહિલાએ ગમે તેમ કરીને પોતાના બાળકને છોડાવીને બચાવી લીધો, પરંતુ ગાયે તેના પર હુમલો ચાલુ રાખ્યો અને પગ વડે આખું શરીર ખૂંદતી રહી. જેમાં મહિલાને મોઢા તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે, ઉપરાંત ચહેરામાં મોટો ચીરો પણ પડી ગયો છે.
જોકે સ્થાનિકોએ પાણી છાટતા અને લાકડી ફેંકતા આખરે ગાય ત્યાંથી ભાગી ગઈ હતી. મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે. જોકે ગાયના હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘાયલ થયેલા વિધાબેન શેઠીયાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પરંતુ સ્થાનિક ડોક્ટરોએ દર્દીને ઉચ્ચ કેન્દ્ર પર લઇ જવાનુ સુચન કરેલ જેથી અમદાવાદ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહિલાને હડફેટે લીધાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો જેમાં રીતસરની ગાય દોડી આવીને મહિલાને ઢીકે ચડાવી ગંભીર ઇજા પહોચાડી હતી. ઉલ્લેખનીય છે કે ઘાયલ થયેલા વિધાબેન ચિરાગભાઈ શેઠીયા દરરોજ ગાયને રોટલી આપવાનો ક્રમ છે અને શેઠીયા પરીવારના લોકો જે ગૌસેવકો છે તેઓએ ગાય-કુતરાઓ માટે એક પાણીનો અવેડો બંધાવેલ છે જેમા દરરોજ પોતાના ઘરમાં થી પાણી ભરે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ રખડતા ઢોરના કારણે માનવ જીંદગીનો ભોગ લેવાઇ ચુકયો છે, ગંભીર ઇજાના બનાવો પણ ઢોરના કારણે બની ચુકયા છે આખલા યુઘ્ધમાં અમુક સ્થળે લોકો હડફેટે ચડે છે અને કયાંક વાહનોનો કડસુલો બોલી જાય છે, તંત્ર દ્વારા રખડતા ઢોર બાબતે કરેલા આયોજનો પડી ભાંગ્યા છે ફરીયાદો અને કડક પગલા લેવાશે તેવા લુખ્ખા વચનો આપવામાં આવે છે ત્યારે વધી રહેલા ઢોરના ત્રાસના કારણે નકકર કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે.
આ પણ વાંચો:અરવલ્લીમાં નિર્માધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, સેફ્ટી વગર ઊંચાઈ પર કામ શ્રમિકનું મોત
આ પણ વાંચો:12 વર્ષની ઉંમરથી જ લૂંટ અને મર્ડરના કેસમાં ભાગતા ફરતા બહારવટિયા ભુપત આહીરની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં યુવતી રહસ્યમય રીતે પાંચમા માળેથી પટકાતા મોત, કુટુંબીઓનો હોસ્ટેલ પર પર આરોપ