Surat Death/ સુરતમાં યુવતી રહસ્યમય રીતે પાંચમા માળેથી પટકાતા મોત, કુટુંબીઓનો હોસ્ટેલ પર પર આરોપ

સુરતના પલસાણા ખાતે બલેશ્વર ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદરકા નર્સિંગ કોલેજમાં યુવતીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. આને લઈને પરિવારજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

Gujarat Surat
Surat Death સુરતમાં યુવતી રહસ્યમય રીતે પાંચમા માળેથી પટકાતા મોત, કુટુંબીઓનો હોસ્ટેલ પર પર આરોપ

સુરતના પલસાણા ખાતે બલેશ્વર ગામમાં Girl death આવેલી શ્રીમતી આર.એમ. ભદરકા નર્સિંગ કોલેજમાં યુવતીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. આને લઈને પરિવારજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સુરતની પલસાણા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના મોતને લઈને પરિવારજનોએ વિવિધ સવાલો કર્યા છે.

સુરત ગ્રામ્ય વિસ્તારના પલસાણા ખાતે મલેશ્વર Girl death ગામમાં આવેલી શ્રીમતી આર.એમ. ભદારકા નર્સિંગ કોલેજમાં 20 વર્ષીય સોનલ બીજા વર્ષમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી, જે કોલેજના હોસ્ટેલના પાંચમાં માળેથી પડી ગઈ હોવાની જાણકારી કોલેજ તરફથી પરિવારજનોને મળી હતી.

દીકરીની ચિંતામાં આ માહિતી મળતા જ પરિવારજનો Girl death નર્સિંગ કોલેજ પર પહોંચ્યા હતા. કોલેજમાંથી આવેલા કોલમાં કહેવામાં આવ્યું હતું કે, તમારી દીકરીને ખેંચ આવતા તે પડી ગઈ છે અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

ચૌધરી પરિવારને ખબર પડતા જ તેઓ નર્સિંગ કોલેજના કેમ્પસમાં પહોંચ્યા હતા પણ તેઓને તેમની દીકરી સાથે કઈ અજુગતું બનાવ બન્યો હોય એવું લાગ્યું હતું. સોનલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ ઘટનાક્રમને લઈને ચૌધરી સમાજના આગેવાનોએ Girl death એકઠા થઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરતના કિકવાડ ગામની રેહવાસી 20 વર્ષીય સોનલ ચૌધરી બીજા વર્ષના નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. યુવતી સાથે કઈક અજુગતું થયું હોવાનો પરિવાર જનોનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી.

આ પણ વાંચોઃ Lovejihad/ હિંમતનગરમાં બે વિપ્ર યુવતીઓને વિધર્મીઓએ નામ બદલી ફોસલાવવાની ઘટનાથી અજંપો

આ પણ વાંચોઃ Heartattack/ ત્રણ સંતાનોના પિતાનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચોઃ LOOT/ મહેસાણાનો વેપારી દિલ્હીના ઠગોના હાથે લૂંટાયોઃ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ પણ વાંચોઃ ચોમાસાની જમાવટ/ અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારમાં ભરાયા પાણી, રાજ્યના 27 જીલ્લામાં બેઠું ચોમાસું

આ પણ વાંચોઃ Amazon Invest:/ એમેઝોન 2030 સુધીમાં ભારતમાં 20 લાખ લોકોને રોજગાર આપશે, IT રાજ્ય મંત્રીએ આપી માહિતી