Lovejihad/ હિંમતનગરમાં બે વિપ્ર યુવતીઓને વિધર્મીઓએ નામ બદલી ફોસલાવવાની ઘટનાથી અજંપો

હિંમતનગરમાં બે વિપ્ર યુવતીઓ લવજેહાદનો ભોગ બની છે. તેમા વ્યક્તિએ તેનુંનામ બદલીને યુવતીઓ સાથે સંબંધો આગળ વધાર્યા અને તે ભાગીને તેની પાસે આવી ત્યારે તેનો ધર્મ અંગીકાર કરાવવા બળજબરી શરૂ કરી હોવાની જાણકારી પણ સામે આવી રહી છે.

Top Stories Gujarat
Lovejehad હિંમતનગરમાં બે વિપ્ર યુવતીઓને વિધર્મીઓએ નામ બદલી ફોસલાવવાની ઘટનાથી અજંપો

હિંમતનગરમાં બે વિપ્ર યુવતીઓ લવજેહાદનો Lovejehad ભોગ બની છે. તેમા વ્યક્તિએ તેનુંનામ બદલીને યુવતીઓ સાથે સંબંધો આગળ વધાર્યા અને તે ભાગીને તેની પાસે આવી ત્યારે તેનો ધર્મ અંગીકાર કરાવવા બળજબરી શરૂ કરી હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. બ્રાહ્મણ કુટુંબની જ બે બહેનો સાથે આ ઘટના બની છે.

આ કેસમાં મોટી દીકરી સાતેક વર્ષ પહેલા Lovejehad અમદાવાદના એક યુવકના સંપર્કમાં આવી હતી. આ પરિવારની મોટી દીકરી સાથે પરિચય થયા પછી પ્રેમ સંબંધોમાં અમદાવાદના યુવકે ધર્મ પરિવર્તનનું લખાણ અને નિકાહ કરી લીધા હતા. જોકે નિકાહ થયા પછી તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ થયું હતું. ચારેક દિવસ પહેલા તક મળતા આ દીકરી ઘરે આવતી રહી હતી.

દરમિયાનમાં નાની દીકરી સોશિયલ મીડિયામાં ભટ્ટ Lovejehad મેવાડા નામના ફેસબુક પેજ પરથી એક યુવકના સંપર્કમાં આવી હતી જેણે હિન્દુ બ્રાહ્મણ નામ રાખ્યું હતું. તે યુવક સાથે બંને પરિવારોની સંમતિથી તેણે લગ્ન પણ કર્યા હતા. જોકે લગ્ન પછી યુવકે કરાવેલી સુન્નત, રોજા કરવા, નમાજ પઢવી અને માંસાહાર માટે પણ તેને ફરજ પાડવા લાગ્યો હતો.

આ ઓછું હતું તેમ રોજ ઘરમાં મારઝુડ થતી રહેતી હતી, ઝઘડા થતા રહેતા હતા. Lovejehad આખરે આ મામલામાં બંને દીકરીઓઓએ ન્યાયની માગ કરી હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં એવી પણ વિગતોએ જોર પકડ્યું છે કે નાની દીકરીનો દીયર પણ થોડા દિવસ પહેલા અન્ય એક હિન્દુ છોકરીને લઈને આવ્યો છે. જોકે સમગ્ર મામલામાં હવે આગળ શું થાય છે તેને લઈને ભારે ચર્ચાઓ અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ મામલાઓ હાલ હિંમતનગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

 

આ પણ વાંચોઃ Heartattack/ ત્રણ સંતાનોના પિતાનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચોઃ LOOT/ મહેસાણાનો વેપારી દિલ્હીના ઠગોના હાથે લૂંટાયોઃ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ પણ વાંચોઃ ચોમાસાની જમાવટ/ અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારમાં ભરાયા પાણી, રાજ્યના 27 જીલ્લામાં બેઠું ચોમાસું

આ પણ વાંચોઃ Amazon Invest:/ એમેઝોન 2030 સુધીમાં ભારતમાં 20 લાખ લોકોને રોજગાર આપશે, IT રાજ્ય મંત્રીએ આપી માહિતી

આ પણ વાંચોઃ Manipur/ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, મણિપુર મુદ્દે વાતચીત