આપણે ત્યાં વર્ષો પહેલા બોલિવૂડની Loot ફિલ્મ દિલ્હી કા ઠગ આવી હતી. હવે આ જ ઘટના ગુજરાતના વેપારી માટે હકીકતમાં પરિણમી છે. દિલ્હીમાં ગુજરાતી વેપારી સાથે લૂંટની ઘટના બહાર આવી છે. આ ઘટના ઈન્ડિયા ગેટને રિંગ રોડ સાથે જોડનાર પ્રગતિ મેદાન ટનલમાં બની છે. બે બાઈક પર આવેલા ચાર અજાણ્યા લોકોએ ગુજરાતી વેપારી પાસેથી બે લાખની લૂંટ ચલાવી છે. ઘટનાના સીટીવીટી પણ સામે આવ્યા છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
શનિવારે સાંજે ત્રણ-ચાર વાગ્યે આ Loot ઘટના બની છે. બાઈક પર આવેલા ચાર લોકોએ કારમાં જઈ રહેલા વેપારીને રોકીને બંદુક બતાવી પૈસા ભરેલી તેની બેગ છીનવી લીધી હતી. વેપારીએ પોતાની સાથે બનેલી ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે.
https://twitter.com/nitinyadav9258/status/1673199677326389248?s=20
ગુજરાતના મહેસાણાના રહેવાસી સાજન કુમારે દિલ્હીના ચાંદની ચોકમાં સોના-ચાંદીનો શોરૂમ છે ત્યાં તેઓ શનિવારે ત્રણ-ચાર વાગ્યાની આસપાસ ગુરુગ્રામ સ્થિત એક પેઢીને બે લાખ રૂપિયા આપવા Loot જઈ રહ્યા હતા. તેમની સાથે જિતેન્દ્ર પટેલ પણ હતા. તેઓ લાલ કિલ્લાથી કેબ બૂક કરી રિંગ રોડ તરફ જઈ રહ્યા હતા. પ્રગતિ મેદાન પાસે ટનલમાં બે બાઈક પર આવેલા લોકોએ તેમની કાર આગળ બાઈક ઉભી રાખી દીધી. બદુક બતાવી કારનો કાચ ખોલાવડાવ્યો. પછી પૈસા ભરેલી બેગ લૂંટી લીધી હતી.
આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે Loot રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો સવાલે ઉઠાવી ઉપરાજ્યપાલના રાજીનામાની માગ કરી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે એજીએ રાજીનામું આપવું જોઈએ. કોઈ એવા વ્યક્તિ માટે રસ્તો બનાવો જે દિલ્હીના લોકોને સુરક્ષા આપે. જો કેન્દ્ર સરકાર દિલ્હીની સુરક્ષા ન રાખી શકે તો અમને આપી દે. અમે બતાવી શું કે દિલ્હીના લોકોને સુરક્ષિત કેવી રીતે રાખવા.
આ પણ વાંચોઃ Rain forecast/આ સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃ Blackmail/મોરબીની યુવતીનો બીભત્સ વિડીયો ઉતારી વાઇરલ કરાયો
આ પણ વાંચોઃ lovejehad/હિન્દુ સગીરાને ધમકાવી અનેક વખત દુષ્કર્મ કરતો વિધર્મી યુવક
આ પણ વાંચોઃ Penalty/પહેલી જુલાઇથી નંબર પ્લેટ વિનાના વાહનોને દંડ ફટકારવામાં આવશે
આ પણ વાંચોઃ mobile theft/ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીના હાથમાંથી મોબાઇલ તફડાવાયો