Not Set/ ભૈય્યુજી મહારાજ સુસાઇડ કેસમાં આવ્યો નવો વળાંક, પોતાની તમામ સંપત્તિ સેવકને આપવા માટે સુસાઇડ નોટમાં કર્યો ઉલ્લેખ

ઇન્દોર, પીએમ નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે મંગળવારે પોતાની જાત પર ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ ભૈય્યુજી મહારાજે પોતાની જાત પર કેમ ગોળી મારી તે રહસ્ય હતું, પરંતુ આ વચ્ચે એક સુસાઇડ નોટ મળી આવી હતી. ત્યારે હવે બુધવારે વધુ એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, “ભૈય્યુજી મહારાજની તમામ સંપત્તિ તેઓના સેવક અને સૌથી નિકટના […]

Top Stories India Trending

ઇન્દોર,

પીએમ નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે મંગળવારે પોતાની જાત પર ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ ભૈય્યુજી મહારાજે પોતાની જાત પર કેમ ગોળી મારી તે રહસ્ય હતું, પરંતુ આ વચ્ચે એક સુસાઇડ નોટ મળી આવી હતી.

ત્યારે હવે બુધવારે વધુ એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, “ભૈય્યુજી મહારાજની તમામ સંપત્તિ તેઓના સેવક અને સૌથી નિકટના વિનાયકને આપવામાં આવે”.

ભૈય્યુજી મહારાજે સુસાઈડ નોટમાં લખ્યું, “હું વિનાયક પર ટ્રસ્ટ કરું છું. જેથી તેઓને આ તમામ જવાબદારી આપીને જઈ રહ્યો છું અને આ હું કોઈ પણ દબાણ વિના લખી રહ્યો છું. જયારે ભૈય્યુજી મહારાજે પોતાને ગોળી મારી હતી ત્યારે વિનાયક પણ ઘર પર ઉપસ્થિત હતો.

આ પહેલા મંગળવારે મળેલી સુસાઇડ નોટમાં આત્મહત્યા કરવા અંગેનું કારણ તેઓએ તણાવને જણાવ્યું છે. તેઓએ લખ્યું છે કે, “હું જઈ રહ્યો છું“. સાથે સાથે આ સુસાઇડ નોટમાં પોતાના પરિવારની જવાબદારી સંભાળવા માટે પણ અપીલ કરી હતી.

પોલીસે ભૈય્યુજી મહારાજના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ ઉપરાંત એક રિવોલ્વર, મોબાઈલ, ટેબ, લેપટોપ, ફોન સહિત કુલ ૭ ગેઝેટ્સ જપ્ત કર્યા છે તેમજ પરિવાર અને આશ્રમ સાથે જોડાયેલા લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, ભૈય્યુજી મહારાજને થોડાક સમય અગાઉ જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

દેશના દિગ્ગજ રાજનેતાઓના સંપર્કમાં રહી ચુક્યા છે ભૈય્યુજી મહારાજ

ભૈય્યુજી મહારાજની જન્મ ૨૯ એપ્રિલ, ૧૯૬૮ના રોજ સુજાલપુરમાં થયો હતો. તેઓનું અસલી નામ ઉદય સિંહ દેશમુખ હતું. પહેલા તેઓ કપડાની બ્રાંડ માટે મોડલિંગ કરી ચુક્યા છે, અને ત્યારબાદ તેઓ ભૈય્યુજી મહારાજના નામથી સંત બન્યા બાદ દેશના દિગ્ગજ રાજનેતાઓના સંપર્કમાં હતા.

મોડલિંગ માંથી સંત બનેલા ભૈય્યાજી મહારાજના સંબંધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મધ્યપ્રદેશ CM શિવરાજ સિંહ ચૌહાણ, એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSSના પ્રમુખ મોહન ભાગવત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સામાજિક કાર્યકર્તાઅન્ના હજારે સહિતની અનેક મોટી અને દિગ્ગજ હસ્તીઓ સાથે તેઓની નિકટતા હતી.

ભૈય્યુજી મહારાજ એક સદગુરુ દત્ત ધાર્મિક ટ્રસ્ટ પણ ચલાવે છે. તેઓ આ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતા હતા તેમજ કેદીઓના બાળકોને અભ્યાસ પણ કરાવે છે. સાથે સાથે તેઓ ખેડૂતોને ખાધ બીજ મફતમાં આપે છે.