ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં આવેલું દશાનન મંદિર જે રાવણને સમર્પિત છે તે વર્ષનાં એક જ દિવસ ખોલવામાં આવે છે. દશેરાના દિવસે ઘણાં લોકો રાવણની પૂજા કરે છે. રાક્ષસોના રાજા રાવણની પણ આ દિવસે ભક્તો આરાધના કરે છે.

આ મંદિર યુપીનું એક્લોતું રાવણ મંદિર છે. આ મંદિર આખા વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ ખુલે છે અને ભક્તો મોટી સંખ્યામાં અહી મંદિરમાં રાવણના દર્શન માટે આવે છે. આ મંદિર 1890 આસપાસ મહારાજ ગુરુ પ્રસાદ શુક્લ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર એટલે બનાવવામાં આવ્યું છે કારણકે રાવણ પંડિત હતા અને શિવના મોટા ઉપાસક હતા.
Devotees visit a Ravan Temple in Kanpur on #Dussehra. Temple Priest says,"It is believed that today is the birth as well as the death anniversary of Ravan. We open this Temple only for a day, it is will be locked in the evening after we burn an effigy of Ravan." pic.twitter.com/PKPJQlg6oR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 19, 2018
દશાનન મંદિરનાં પુજારીનું કહેવું છે કે , ‘ એવું માનવામાં આવે છે કે આજે રાવણનો જન્મ અને મૃત્યુ દિવસ બંને છે. અમે આ મંદિર માત્ર એક દિવસ માટે જ ખુલ્લું રાખીએ છીએ. સાંજે રાવણનાં પૂતળાના દહન બાદ મંદિરને બંધ કરી દેવામાં આવશે.’
