Not Set/ CAA/ ગુજરાત વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા પ્રસ્તાવ રજૂ

આજે ગુજરાત વિધાનસભાનું એકદિવસીય ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પારિત CAAના પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. પરંતુ આ એકદિવસીય સત્રમાં પણ વિપક્ષ દ્વારા ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આજે ગૃહની શરૂઆતમાં જ રાજ્યપાલના પ્રવચન દરમિયાન કોંગ્રેસે હોબાળો કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનું પ્રવચન ટૂંકાવીને ગૃહ છોડી ચાલી નીકળ્યા હતા. ત્યારબાદ ગ્રુની […]

Gujarat Uncategorized
caa 1 CAA/ ગુજરાત વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા પ્રસ્તાવ રજૂ

આજે ગુજરાત વિધાનસભાનું એકદિવસીય ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પારિત CAAના પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. પરંતુ આ એકદિવસીય સત્રમાં પણ વિપક્ષ દ્વારા ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. આજે ગૃહની શરૂઆતમાં જ રાજ્યપાલના પ્રવચન દરમિયાન કોંગ્રેસે હોબાળો કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાનું પ્રવચન ટૂંકાવીને ગૃહ છોડી ચાલી નીકળ્યા હતા.

ત્યારબાદ ગ્રુની કાર્યવાહી શરુ બંધારણમાં 126 સુધારા વિધેયક રજૂ કરાવમ આવ્યું હતું. જે વિધાનસભા ગૃહમા સર્વાનુમતે પસાર થયું હતું. તો સિટીઝન એમેન્ડમેન્ટ બિલ પર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમને કહ્યું હતું કે, પાકિસ્તાન માં રહેલા હિંદુ ભયભીત છે. તેવા લોકોને ભારતમાં આશ્રય લેવા સિવાય છૂટકો નથી. આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ થી આવેલા લોકો ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા છે. તેમને ભારતીયના હક્કમાથી વંચિત રાખવામાં આવ્યા હતા.

વિધાનસભાનું એક દિવસીય સત્ર અંગે જણાવતા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, “નાગરિકોના અધિકારોને છીનવવાનું ષડયંત્ર છે. આવા મહત્વપૂર્ણ નિર્ણય માટે એક દિવસનો સમય પૂરતો નથી. રાજ્યપાલે અમારી માંગ ઠુકરાવી છે. “

વિધાનસભાનું એક દિવસીય સત્રને લઈને ગાંધીનગરમાં  સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વિધાનસભાની ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.