Exit Way/ કોંગ્રેસ-આપના વધુ ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ શકે

આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે ત્યારે ભાજપે અત્યારથી જ રાજ્યદીઠ લોકસભા બેઠકો અત્યારથી જ સુનિશ્ચિત કરી લેવા માંગે છે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ અને આપમાંથી હજી પણ વિકેટો ખેરવવામાં આવી શકે છે. 31 ડિસેમ્બર સુધી રાજ્યમાં ભલે તાપમાન ઠંડુ અને ગાત્રો થીજાવનારુ રહેશે પણ રાજકીય ગરમાગરમી જબરજસ્ત રહેશે.

Top Stories Gandhinagar Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 10 1 કોંગ્રેસ-આપના વધુ ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ શકે

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપને બધી જ બેઠકો કબ્જો કરવા માટે આપ અને કોંગ્રેસના રહ્યાસહ્યા વિધાનસભ્યોને પણ તેના તરફ ખેંચવા માંડયા છે. લોહચુંબક જેમ લોખંડને આકર્ષે તેમ સત્તા તરફ આ વિધાનસભ્યો રીતસર ખેંચાવવા માંડ્યા છે. આપના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલના ભાજપના પ્રવેશે વાત અટકવાની નથી.

આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે ત્યારે ભાજપે અત્યારથી જ રાજ્યદીઠ લોકસભા બેઠકો અત્યારથી જ સુનિશ્ચિત કરી લેવા માંગે છે. તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ અને આપમાંથી હજી પણ વિકેટો ખેરવવામાં આવી શકે છે. 31 ડિસેમ્બર સુધી રાજ્યમાં ભલે તાપમાન ઠંડુ અને ગાત્રો થીજાવનારુ રહેશે, પણ રાજકીય ગરમાગરમી જબરજસ્ત રહેશે. કોંગ્રેસ અને આપના કેટલાક વિધાનસભ્યો હજી પણ તૂટે તેમ માનવામાં આવે છે. ભાજપમાં નવા વર્ષે આ બધાને વેલકમ કરવામાં આવી શકે છે.

આપના વધુ એક વિધાનસભ્ય ઉમેશ મકવામા કે સુધીર વાઘાણી રાજીનામુ આપી શકે છે. આમ આપ રાજ્યમાં મેળવેલી સરસાઈ ગુમાવવા તરફ તો કોંગ્રેસ રાજ્યમાંથી નામશેષ થવા તરફ આગળ વધી રહ્યુ છે. આપના એક રાજકીય અગ્રણીએ પરિસ્થિતિ માપી જઈને આગામી લોકસભા ચૂંટણીમાં પક્ષનો કશો ગજ વાગવાનો નથી તે પારખી લેતા એક અગ્રણી ચેનલમાં એન્કર પદે ગોઠવાઈ જવાનું મુનાસિબ માન્યુ છે. આ જોઈને આપના બાકીના વિધાનસભ્યોને પણ લાગી રહ્યું છે કે આપણા માટે હવે ભાજપમાં જવા સિવાય કોઈ આરી બાકી નથી, હાલમાં સત્તા તો તેની જ છે. કોંગ્રેસ આપમાંથી જાય તો આવકારવા તૈયાર છે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસને તો હાલમાં દીવો લઈને શોધવા જવી પડે તેવી સ્થિતિમાં આપનો કયો ઉમેદવાર ત્યાં જવાનું પસંદ કરે.

આ સિવાય કોંગ્રેસના બાકીના વિધાનસભ્યો પણ જાણે ભાજપમાંથી તેમના માટે કોઈ સારી ઓફરની રાહ જોતાં હોય તેવી સ્થિતિ છે. દરેક જાણે છે કે ખાલી પાટીયું જ બદલવાનું છે ને, કામ તો કરે છે એ જ કરવાનું છે. આ બધા કંઈ ભાજપથી આકર્ષાયા છે તેવું પણ નથી, પણ લાંબા સમય સુધી કામ કરવા છતાં પણ પક્ષમાં થતી તેમની અવગણનાથી તેમને સમજાઈ ગયું છે કે અહીં તેમનું રાજકીય ભાવિ નથી. તેની સામે યોગ્ય સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હિમન્તા આજે આસામમાં સીએમ પદ શોભાવી રહ્યા છે. આમ જો તમે સક્ષમ છો તો ભાજપમાં તમને સારી તક છે. કોંગ્રેસમાં ગમે તેવા સક્ષમ હોવ પરંતુ એક મર્યાદા પછી તો ફુલ સ્ટોપ જ આવી જાય છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ