Textile Sector/ ટેક્સ્ટાઇલની સ્થિતિ સુધારવા કવાયતઃ અમદાવાદમાં ટેક્સ્ટાઇલ માટેનો ભારત ટેક્સ્ટાઇલ રોડ શો યોજાયો

ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (EPCs)નું એક કન્સોર્ટિયમ નવી દિલ્હી ખાતે 26-29 ફેબ્રુઆરી દરમિયાન વૈશ્વિક ટેક્સટાઇલ એક્સ્પો, ભારત ટેક્સ 2024નું આયોજન કરશે. ટેક્સટાઇલ મંત્રાલય આ ઇવેન્ટને સમર્થન આપી રહ્યું છે, જે સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને એક છત નીચે લાવશે.

Top Stories Gujarat Others
મૃત્યુદરમાં થશે ઘટાડો 9 2 ટેક્સ્ટાઇલની સ્થિતિ સુધારવા કવાયતઃ અમદાવાદમાં ટેક્સ્ટાઇલ માટેનો ભારત ટેક્સ્ટાઇલ રોડ શો યોજાયો

અમદાવાદ: ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (EPCs)નું એક કન્સોર્ટિયમ નવી દિલ્હી ખાતે 26-29 ફેબ્રુઆરી દરમિયાન વૈશ્વિક ટેક્સટાઇલ એક્સ્પો, ભારત ટેક્સ 2024નું આયોજન કરશે. ટેક્સટાઇલ મંત્રાલય આ ઇવેન્ટને સમર્થન આપી રહ્યું છે, જે સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને એક છત નીચે લાવશે.

ટેક્સટાઈલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને પાવરલૂમ ડેવલપમેન્ટ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સોમવારે સંયુક્ત રીતે અમદાવાદમાં ભારત ટેક્સ માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટેક્સટાઈલ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રાજક્તા વર્માએ જણાવ્યું હતું કે, “અમે પ્રથમ વખત આટલી વિશાળ ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છીએ જ્યાં ભારતીય કાપડ ઉદ્યોગને નવી તક મળશે. 3,000 થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો એક્સ્પોની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે.”

ભારત ટેક્સ 2024ના સંયોજક ભરત છજેરે જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમનું આયોજન ભારત મંડપમ ખાતે કરવામાં આવશે જ્યાં 22 લાખ ચોરસ ફૂટથી વધુનું પ્રદર્શન યોજવામાં આવશે. દેશભરમાંથી 3,500 થી વધુ પ્રદર્શકો ભાગ લેશે અને 40,000 થી વધુ ખરીદદારો એક્સ્પોની મુલાકાત લેશે. ટેક્સટાઇલ સેગમેન્ટમાં લગભગ 50% સહભાગીઓ ગુજરાતમાંથી હશે. આ ઇવેન્ટ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો લાવે તેમ માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ