Not Set/ તહેવારમાં પડ્યો મોંઘવારીનો માર, બસના ભાડામાં પણ 50 ટકાનો વધારો

ખાનગી બસ સંચાલકો મન મરજી મુજબ તહેવારમાં પૈસા લેતા હોય છે. આ વર્ષે બસ સંચાલકોએ ભાડામાં ૫૦ થી ૭૫ ટકાનો વધારો કરી દીધો છે.

Top Stories Gujarat Others
બાળકી 14 તહેવારમાં પડ્યો મોંઘવારીનો માર, બસના ભાડામાં પણ 50 ટકાનો વધારો

પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા તમામ ક્ષેત્રમાં મોંઘવારી વધી છે. ત્યારે દિવાળીના પર્વમાં વતન જતા મુસાફરોને આ દિવાળી પર બસ ભાડા પરેશાન કરી શકે છે કારણ કે ખાનગી બસ સંચાલકોએ તહેવારને ધ્યાનમાં રાખીને બસ ભાડામાં ૭૫ ટકા ભાડા વધારી દીધા છે.

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
  • ખાનગી બસોના ભાડાના થયો વધારો

દિવાળીનો પર્વ આવે એટલે એ લોકો પોતાના પરિવાર સાથે ઉજવવા માટે વતનની વાટ પકડતા હોય છે. ત્યારે લગભગ મુસાફરો દિવાળીના તહેવાર સમયે એસટી બસમાં જવું પસંદ કરતા હોય છે. તેની પાછળનું કારણ છે ખાનગી બસના ભાડા.  જી હા… ખાનગી બસ સંચાલકો મન મરજી મુજબ તહેવારમાં પૈસા લેતા હોય છે. આ વર્ષે બસ સંચાલકોએ ભાડામાં ૫૦ થી ૭૫ ટકાનો વધારો કરી દીધો છે.

બસ ભાડા તહેવારમાં પડ્યો મોંઘવારીનો માર, બસના ભાડામાં પણ 50 ટકાનો વધારો

સામાન્ય દિવસોમાં જે બસ ચાલતી હોય તેના ભાડામાં ૨૫ ટકાનો વધારો કરી દીધો છે. કારણ કે ડીઝલના ભાવ વધતા ભાડામાં પણ વધારો કરી દીધો છે. પરંતુ તહેવારમાં એસટીમાં જગ્યા નહિ મળતા અનેક મુસાફરો ખાનગી બસમાં મુસાફરી કરતા હોય છે. જેનો લાભ ઉઠાવવામાં આવે છે સાથે જ બસ સંચાલકોની દલીલ છે કે તહેવાર સમયે લોકો વતનમાં ગયા બાદમાં બસ રીટર્ન આવે ત્યારે મુસાફરો મળતા નથી. જેથી ડીઝલનો ખર્ચ કાઢવા ભાડા વધારે વસુલવા પડે છે.

બસના ભાડામાં પણ 50 ટકાનો વધારો

દિવાળીના તહેવારમાં લોકો ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે.  ત્યારે આ વખતે તહેવાર ટાણે જ મોંઘવારી દરેક સેક્ટરમાં વધારી છે.  તો બીજ તરફ તહેવારમાં મુસાફરોને વતન જવા માટે વધુ એક મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે ..

ડ્રગ કેસ / નવાબ મલિકના આરોપમાં શું છે તથ્ય ? સમીર વાનખેડે કેટલી મિલકત ધરાવે છે? આવો જાણીએ

Politics / દિવાળી પહેલા ભાજપને મોટો ઝટકો, પેટાચૂંટણીમાં માત્ર 7 બેઠકો હાથ લાગી

વડોદરા / માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા